દાહોદ : સાસુના ત્રાસથી પરિણીતાએ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું, પરિણીતાનું સારવાર દરમ્યાન મોત, પુત્ર સારવાર હેઠળ

આશાબેનને(Asha Ben) સંતાનમાં પોણા બે વર્ષનો દીકરો સારાંશ હતો. આશાબેન ભણેલી હોવાથી આગળ ભણવા માટે દિવસ દરમિયાન વાંચન કરતી રહેતી હોવાથી તેની સાસુ સમિલા બેનને તે ગમતું ન હોવાથી માનસિક ત્રાસ આપતી.

દાહોદ : સાસુના ત્રાસથી પરિણીતાએ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું, પરિણીતાનું સારવાર દરમ્યાન મોત, પુત્ર સારવાર હેઠળ
Dahod: Parineeta took a fire bath with her son due to mother-in-law's torture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 5:50 PM

દાહોદના (DAHOD) ઝાલોદના મોટી હાંડી ગામે ખેતી તથા ઘરનાં કામકાજ બાબતે અવારનવાર ઝઘડો કરી તથા મેણા ટોણા મારી સાસુ દ્વારા ગુજારાતા માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ (Women) સંતાન સાથે અગ્નિસ્નાન (Fire bath)કર્યું છે. એક સંતાનની માતાએ પોતાના પોણા બે વર્ષીય દીકરાને સાથે રાખી જ્વલનશીલ પ્રવાહી છાંટી અગન પિછોડી ઓઢી લેતા મા-દીકરાને સારવાર માટે વડોદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત થયું, જયારે પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામની એમ.એ.બી.એડ સુધી અભ્યાસ કરેલ આશાબેન ડામોરના લગ્ન ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે રહેતા અને પાવડી ખાતે એસ.આર.પી ગૃપ 4 માં ફરજ બજાવતા સાગર ભાઈ સાથે ચારેક વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. આશાબેનના પતિ સાગરભાઇ એસઆરપીમાં નોકરી કરતા હોવાથી તેઓ ઘરે ન રહેતા આશાબેન પોતાની સાસુ સમિલા બેન સાથે રહેતી હતી. આશાબેનને સંતાનમાં પોણા બે વર્ષનો દીકરો સારાંશ હતો. આશાબેન ભણેલી હોવાથી આગળ ભણવા માટે દિવસ દરમિયાન વાંચન કરતી રહેતી હોવાથી તેની સાસુ સમિલા બેનને તે ગમતું ન હોવાથી તે અવાર-નવાર આશાબેન સાથે ખેતીના તથા ઘરનાં કામકાજ બાબતે ઝઘડો તકરાર કરી મહેણાં ટોણાં મારી માનસિક ત્રાસ ગુજારતી હતી.

જેથી કંટાળી આશાબેન પોતાના દીકરા સારાંશને લઇ અમદાવાદ સાણંદ ખાતે નોકરીની તલાશમાં નીકળી પડી હતી. ત્યારે આશાબેનના માતા-પિતા તથા ભાઇએ તેને સમજાવી પરંતુ તેની સાસરીમાં મોકલી હતી. પરંતુ તેની સાસુ સમીલાબેનના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો ન હતો. અને, આ બાબતે સાસુએ વધારે ત્રાસ આપવા લાગતા રોજે રોજના આ ત્રાસ આશાબેન માટે અસહ્ય થઈ પડતાં આશાબેનએ પોતાના જીવનનો અંત લાવવા નિર્ણય કર્યો હતો. અને તેને અમલમાં મૂકવા આશાબેનને પોતાના દીકરા સારાંશને સાથે રાખી મારવા માટે પોતાના અને દીકરાના શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી અગનપિછોડી ઓઢી લેતાં બંને મા દીકરા શરીરે સખત દાઝી ગયા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જેથી તેઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેમાં દીકરાને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજ્યું હતું જ્યારે દીકરો સારાંશ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સંબંધે મરણ જનાર આશાબેનના ભાઈએ ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે મોટી હાંડી ગામના સમીલાબેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો પોલીસે સમિલા બેનને ડીટેન કરી કોરોના ટેસ્ટ બાદ પોલીસ અટકાયતમાં લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જીલ્લો ટ્રાયબલ જીલ્લો છે ત્યારે દાહોદ જીલ્લામાં મહીલા ઉપરના અત્યાચારના ગુન્હામાં નોધપાત્ર વધારો જોવા મળે છે. ત્યારે આ અંગે જાગૃતી લાવવાની જરુરી છે.

આ પણ વાંચો :Surat: જીવન જોખમે ફરજ બજાવનાર સુરત સિવિલના 500 થી વધુ કર્મચારીઓ માર્ચ મહિનાનો પગાર નહીં મળતા મુશ્કેલીમાં

આ પણ વાંચો :સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 2 મે સુધી રેલ યાતાયાત પ્રભાવિત થશે

g clip-path="url(#clip0_868_265)">