સાયબર ફ્રોડના નવા કિમિયા, આ 5 SMS આવી રહ્યા છે લોકો પાસે, એક ક્લિક અને એકાઉન્ટ ખાલી !

|

Dec 01, 2022 | 5:28 PM

સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમાં ક્યારેક પાવર કટના નામે તો ક્યારેક નોકરી અપાવવાના નામે લોકોને મેસેજ કરવામાં આવે છે. આ સંદેશાઓ સાથે એક લિંક પણ શેર કરવામાં આવતી હોય છે. જેના પર ક્લિક કરવાથી તમારી ઘણી વિગતો મેળવવામાં આવે છે.

સાયબર ફ્રોડના નવા કિમિયા, આ 5 SMS આવી રહ્યા છે લોકો પાસે, એક ક્લિક અને એકાઉન્ટ ખાલી !
Cyber Crime Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં લોકો છેતરપિંડીનો શિકાર બને છે. સાયબર અપરાધીઓ દરરોજ અવનવી તરકીબો અપનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે તમારી નાની એવી એક ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આવી છેતરપિંડીથી સાવચેત રહેવું જોઈએ. અત્યાર ઘણા પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે.

સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમાં ક્યારેક પાવર કટના નામે તો ક્યારેક નોકરી અપાવવાના નામે લોકોને મેસેજ કરવામાં આવે છે. આ સંદેશાઓ સાથે એક લિંક પણ શેર કરવામાં આવતી હોય છે. જેના પર ક્લિક કરવાથી તમારી ઘણી વિગતો મેળવવામાં આવે છે. આનો ઉપયોગ કરીને સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરે છે. અહીં તમને આવા ટોપ સ્કેમ મેસેજ વિશે જણાવવામાં આવી રહ્યું છે. જો તમને પણ આવા મેસેજ મળ્યા છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આમાં પહેલો સંદેશ જોબ વિશે છે.

નોકરી આપવાના નામે સાયબર છેતરપિંડી

આમાં, યુઝરને કહેવામાં આવે છે કે તેની નોકરીની અરજી મંજૂર થઈ ગઈ છે. આ પછી, પગાર પણ વપરાશકર્તાને કહેવામાં આવે છે. પછી છેલ્લે એક લિંક આપવામાં આવે છે અને તેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ WhatsApp ચેટની લિંક છે. આ સ્કેમર સાથે તમારી WhatsApp ચેટ ખોલશે. પછી તેઓ તમારી પાસેથી તમારી અંગત વિગતો મેળવીને છેતરપિંડી કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બેંક એકાઉન્ટ બ્લોકના નામે છેતરપિંડી

અન્ય પ્રકારના કૌભાંડમાં, યુઝરને બેંક એકાઉન્ટ અથવા કાર્ડ બ્લોક કરવાનું કહેવામાં આવે છે. આવા મેસેજમાં ક્યારેક એસબીઆઈ યોનો પર પ્રતિબંધ લગાવવાનું કહેવાય છે તો ક્યારેક એચડીએફસી નેટબેંકિંગને બ્લોક કરવાનું કહેવામાં આવે છે. ભૂલથી પણ તેના પર આપેલી ફિશિંગ લિંક પર ક્લિક ન કરો.

પાવર કટના નામે સ્કેમ

પાવર કટનો મેસેજ પણ ખૂબ જ કોમન સ્કેમ છે. આવા સ્કેમમાં, યુઝરને કહેવામાં આવે છે કે તેના ઘરની વીજળી કાપવાની છે. આનાથી બચવા માટે, તેમને એક નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે છે. આ નંબર સ્કેમરનો છે અને સ્કેમર તમારી પાસેથી તમામ અંગત માહિતી મેળવે છે. તેનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી કરવા માટે થાય છે.

લોન મંજૂરીને લઈ સ્કેમ

આ ઉપરાંત લોન આપવાના નામે યુઝર સાથે છેતરપિંડી પણ કરવામાં આવે છે. પ્રથમ, વપરાશકર્તાને મેસેજ કરવામાં આવે છે કે તેની લોન પૂર્વ-મંજૂર થઈ ગઈ છે. આવી લોન મંજૂર કરવામાં આવે છે જેના માટે તમે ક્યારેય અરજી કરી નથી. આ પછી તમને એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. તેના પર પણ તમારી પાસેથી અંગત માહિતી મેળવીને છેતરપિંડી કરવામાં આવે છે.

કસ્ટમ વિભાગના નામે પણ લોકોને શિકાર બનાવવામાં આવે છે

હવે એક નવો સ્કેમ ચાલી રહ્યો છે. તેમાં યુઝરને મેસેજ મોકલવામાં આવે છે કે તેની મોંઘી ગિફ્ટ કસ્ટમ વિભાગમાં જમા છે. તે મેળવવા માટે, તમને કસ્ટમ ડ્યુટી ચૂકવવાનું કહેવામાં આવે છે. કસ્ટમ ડ્યુટીના નામે આ છેતરપિંડી થાય છે. સ્કેમર્સ પૈસા આપ્યા પછી તમારી સાથે વાત કરવાનું બંધ કરે છે.

Next Article