Cyber Fraud: સાયબર ઠગે દિલ્હીના પોલીસ કમિશનરને પણ ન છોડ્યા, રાકેશ અસ્થાનાને લાગ્યો 40 હજારનો ચૂનો

|

May 27, 2022 | 5:40 PM

Cyber Crime : દેશભરમાં સાઈબર ક્રાઈમ(Cyber Crime)ના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. મોટા અધિકારીઓથી લઈને પ્યુન સુધી, અમીર હોય કે સામાન્ય માણસ સાયબર ઠગોની જાળમાં ફસાઈ રહ્યાં છે. આવા જ એક સાયબર ક્રાઈમના શિકાર થયા દિલ્હીના પોલીસ કમિશનર.

Cyber Fraud: સાયબર ઠગે દિલ્હીના પોલીસ કમિશનરને પણ ન છોડ્યા, રાકેશ અસ્થાનાને લાગ્યો 40 હજારનો ચૂનો
Delhi Police Commissioner Rakesh Asthana (File)
Image Credit source: ANI

Follow us on

Cyber Crime news :  સાયબર ક્રાઈમની (Cyber crime)જાળમાં આજકાલ મોટાભાગના લોકો ફસાઈ રહ્યાં છે. આમ તો દિલ્હી પોલીસને (Delhi police) ‘સ્માર્ટ પોલીસ’નું બીરુદ મળ્યું છે, તેમ છતાં દિલ્હી પોલીસ કમિશનર (Delhi police commissioner) સાયબર ઠગોની જાળમાં ફસાવામાંથી બાકાત નથી રહ્યા. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાના પણ સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. તેમણે 40 હજાર રુપિયા સાયબર ક્રાઈમને કારણે ગુમાવવા પડયા છે.

આ કોઈ અફવા કે સૂત્રો પાસેથી મળેલી માહિતી નથી. પણ આ વાતનો ખુલાસો દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ જ કર્યો છે. સાયબર ક્રાઈમથી બચવા માટે તેમણે લોકોને સાવેચત કરતા કહ્યું છે કે- જયારે તેઓ BSFની કમાન સંભાળી રહ્યા હતા, ત્યારે તેઓ સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હતા. ચાલાક સાઈબર ઠંગોએ ફકત એક કલાકમાં તેમના ખાતામાંથી 40 હજાર રુપિયા ઉપાડી લીધા હતા. તેમણે પોતાની સાથે બનેલા આ સાયબર ક્રાઈમનો કિસ્સો લોકો સાથે શેર કર્યો છે.

આ રીતે લૂંટાયા હતા દિલ્હી પોલીસ કમિશનર

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાએ જણાવ્યું કે – જયારે તેઓ BSFમાં હતા, ત્યારે એક કાર્યક્રમ માટે અમદાવાદ આવ્યા હતા. જયારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના મોબાઈલમાં આધારકાર્ડ વેરિફિકેશનનો મેસેજ આવવાના શરુ થયા. અને જયારે તેઓ આ મેસેજ જોઈ રહ્યાં હતા તે દરમિયાન જ ચાલાક ઠંગોએ એક કલાકમાં તેમને 40 હજારનો ચૂનો લગાવી દીધો. જોકે, આ મામલે ઊંડાણથી તપાસ કરતા ઠગોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો. આ નેટવર્કમાં ચાલાક સાયબર ઠગો સામેલ હતા. અને દેશના અલગ અલગ રાજ્યોના લોકોને સાઈબર ક્રાઈમ દ્વારા લૂંટતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે પકડાયેલા કેટલાક ઠગોમાંથી કોઈ શિક્ષિત ન હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિલ્હી પોલીસ કમિશનરની સલાહ

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાએ લોકોને સલાહ આપતા કહ્યું છે કે- તમારા બેન્ક ખાતા સાથે જોડાયેલી કોઈ પણ માહિતી, આધારકાર્ડ અને પાનકાર્ડની કોઈ પણ મહત્ત્વની માહિતી કોઈની પણ સાથે શેર ન કરો. આ બાબતે બેદરકારના રહો. જોકે આજકાલ ઘણા બધા મહત્ત્વના કામોમાં આધારકાર્ડ અને પાનકાર્ડની જરુર પડે છે. પણ તે માહિતી આપતા પહેલા તેની તપાસ કરો અને ત્યારબાદ જ માહિતી શેર કરો. રાકેશ આસ્થાનું કહેવું છે કે સાઈબર ક્રાઈમનો શિકાર કોઈપણ બની શકે છે. એટલે જ સાવધાન અને સાવચેતીથી માહિતી શેર કરો.

દિલ્હી વેસ્ટ જિલ્લાના એક સાઈબર પોલીસ સ્ટેશનના ઉદઘાટન કાર્યક્રમમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાએ આ વાત લોકોને જણાવી. અને સાઈબર પોલીસ સ્ટેશનનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. સાઈબર પોલીસ સ્ટેશનથી સાઈબર ક્રાઈમનો શિકાર બનેલી વ્યક્તિઓને મદદ મળશે.

Published On - 5:40 pm, Fri, 27 May 22

Next Article