Crime: કોરોનામાં મૃત્યુ થયાનું કહી પતિએ કર્યા પત્નીના બારોબાર અંતિમ સંસ્કાર, શક જતાં મૃતકના માતપિતાએ કર્યો જમાઈનો પર્દાફાશ

Crime: કોરોનામાં મૃત્યુ થયાનું કહી પતિએ કર્યા પત્નીના બારોબાર અંતિમ સંસ્કાર, શક જતાં મૃતકના માતપિતાએ કર્યો જમાઈનો પર્દાફાશ
પ્રતિકાત્મક તસવીર

પતિ રામાવતે બધાને તેવું કહ્યું કે તેની પત્ની કવિતા કોરોના સંક્રમણને કારણે મોતને ભેટી છે. જ્યારે કવિતાના માતા-પિતાને તેના જમાઈ પર શક જતાં પોલીસ ફરિયાદ કરી.

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jul 04, 2021 | 12:08 AM

કોરોના સંક્રમણથી થતાં મૃત્યુનો ઘણા લોકો ફાયદા ઉઠાવતા જોવા મળે છે. તેલંગણા (Telangana)ના વનસ્થલીપુરમ (Vanasthalipuram) પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેના જમાઈએ તેની પુત્રીની હત્યા કરીને કોરોના સંક્રમણમાં મૃત્યુ થયાનું કહી રહ્યો છે. જેને લઈને તેઓએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ દાખલ કરવી હતી.

હૈદરાબાદ(Hydrabad)ના વનસ્થલીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના વૈદેહી નગર કોલોની (Vaidehi nagar colony)માં રહેતી કવિતા (Kavita)નું જૂન મહિનાની 18 તારીખે રહસ્યમય મૃત્યુ થયું હતું. કવિતાના પતિ રામાવતે (Ramavat) પત્ની કવિતાના માતા-પિતાને કહ્યું કે કોરોના સંક્રમણને કારણે તેનું મૃત્યુ થયું છે. ત્યારબાદ તેના મૃત દેહને ઓટો રિક્ષામાં નાલગોંડા (Nalgonda)જીલ્લામાં સ્થિત તેના ગામમાં લઈ જઈને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારે રામાવતે બધાને ડરાવી દીધા હતા કે શબ નજીક આવવાથી કોરોના થઈ જશે.

પરંતુ પોતાના જમાઈ પર શક જતાં કવિતાના માં-બાપે સરકારી હોસ્પિટલમાં પોતાની પુત્રીનો કોરોના રિપોર્ટની તપાસ કરી, જે તેને અઠવાડીયા અગાઉ કરાવ્યો હતો. જ્યારે ખબર પડી કે રિપોર્ટ નેગેટિવ છે, ત્યારે તેનો શક પાક્કો થયો અને તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મૃતક કવિતાના માતા-પિતાનું કહેવું છે કે જ્યારે 17 તારીખે તેની કવિતા સાથે વાત થઈ, ત્યારે તે એકદમ ઠીક હતી તો પછી બીજા દિવસે કોરોના સંક્રમણથી કઈ રીતે મરી શકે? ઉલ્લેખનીય છે કે બન્ને પતિ-પત્ની વચ્ચે અવાર – નવાર ઝઘડા થતાં હતા.

કવિતાના પિતા જણાવે છે કે ,’મારી મરજી વિરુદ્ધ આ લગ્ન થયા હતા. તેનો જમાઈ ઓટો રિક્ષા ચલાવતો હતો. બીજો કોઈ જ કામ-ધંધો કરતો ન હતો. કવિતા નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ તેની પાછળ પડી ગયો હતો અને મારી દીકરીને ભગાડીને લઈ ગયો હતો. મજબૂર થઈને અમે તેના લગ્ન કરાવ્યા હતા. 10 લાખ રૂપિયા દહેજમાં અને ઘર બનાવવા માટે જમીન પણ આપી હતી. તેમ છતાં તેને મારી દીકરીની હત્યા કરી અને કોરોનાનું નામ આપી રહ્યો છે.’

રાચકોંડા પોલીસ કમિશ્નર (Rachkonda Police Commissioner) મહેશ ભાગવતે (Mahesh Bhagwat) કહ્યું કે રામાવત વિજય ઉર્ફે વિજય નાયક (vijay nayak @ramavat)એ પત્ની પર શંકા કરતા ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી છે.  તે અવાજ ન કરી શકે તે માટે થઈને રામાવતે મોઢા પર ઓશીકું દબાવી દીધું હતું. ત્યારબાદ કોઈને શક ન જાય તે માટે થઈને તેના મૃત દેહને રિક્ષામાં નાખીને નાલગોંડા લઈ જઈને અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

પતિ રામાવતે બધાને તેવું કહ્યું કે તેની પત્ની કવિતા કોરોના સંક્રમણને કારણે થઈને મોતને ભેટી છે. જ્યારે કવિતાના માતા-પિતાને તેના જમાઈ પર શક જતાં પોલીસ ફરિયાદ કરી હતી અને કવિતાનો મૃત દેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા થયાનું ખૂલ્યું હતું. રામાવતને પત્ની કવિતા પર લગ્ન બહારના સંબંધોને લઈને શંકા થતાં તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અત્યારે હત્યારો પતિ વિજય પોલીસના સકંજામાં છે.

કોરોના સંક્રમણની આડમાં પત્નીની હત્યાનો આ બીજો મામલો છે. તિરુપતિમાં પણ એક સોફટવેર એન્જિનિયરે પોતાની સૉફ્ટવેર એન્જિનિયર પત્નીની હત્યા કરીને સૂટકેસમાં ભરીને સૂમસામ જગ્યાએ લઈ જઈને સળગાવી દીધી હતી.

આ પણ વાંચો: Gandhinagar: 8 મહાનગરપાલિકાઓને રૂપિયા 1,555 કરોડની લ્હાણી, શહેરી વિકાસ યોજના હેઠળ રકમ મંજૂર

આ પણ વાંચો: AHMEDABAD: એક ટેટુના કારણે અસલાલીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતો બનાવ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati