AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, GPCBના લાયસન્સ કઢાવવાના બહાને આચરી હતી લાખો રૂપિયાની છેતરપીંડી

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલ મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલ PMO ઓફિસરની ઓળખ આપીને GPCBના લાયસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા છેતરપીંડી આચરી હતી.

મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, GPCBના લાયસન્સ કઢાવવાના બહાને આચરી હતી લાખો રૂપિયાની છેતરપીંડી
Kiran patel case
Mihir Soni
| Edited By: | Updated on: Aug 10, 2023 | 8:40 PM
Share

Kiran Patel Case : મહાઠગ કિરણ પટેલની (Kiran Patel) વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મોરબીના એક વેપારીને ઠગ કિરણ પટેલે GPCBના લાયસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા છેતરપીંડી આચરી હતી. જોકે, ઠગ કિરણ વિરુદ્ધ ચોથી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી પણ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપતા તેની શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ કેસમાં કિરણ પટેલની પત્ની માલિની ધરપકડ થઈ ચૂકી છે.

આ પણ વાંચો Junagadh: પોલીસ કર્મચારીના ભેદી મોતના મામલે હાઈકોર્ટે પોલીસની કાઢી ઝાટકણી, IPS રવિ તેજાને આવતીકાલે હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન

PMO ઓફિસરની ઓળખ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલ મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલ PMO ઓફિસરની ઓળખ આપીને અનેક લોકો સાથે ઠગાઇ આચરી છે. ઘટનાની વાત કરીએ તો વર્ષ 2017માં મોરબીના વેપારી ભરત પટેલ કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તે વખતે કિરણ પટેલે પોતાની ઓળખ ક્લાસ વન ઓફિસર હોવાની અને સરકારમાં પોતાનું સારું એવું વર્ચસ્વ હોવાનું જણાવ્યુ હતું.

વેપારી ભરતભાઈ પટેલને બીજોટીક લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની ચાલુ કરવાની હોવાથી તેના લાયસન્સનું પ્રોસેસિંગ GPCB બોર્ડ ખાતે કરવાનું હતું, તેથી લાયસન્સ જલ્દી આવી જાય તે માટે કિરણ પટેલ સાથે વાતચીત કરી હતી. જે ખર્ચ પેટે 40થી 45 લાખ રૂપિયા થશે તેવી ઠગ કિરણે વાત કરી હતી. ત્યાર બાદ વેપારી પાસેથી 42 લાખ રૂપિયાપડાવી લઈ લાઇસન્સ પરત આપ્યું ન હતું. બાદમાં માત્ર 11.75 લાખ જ પરત કર્યા હતા અન્ય રકમ પરત ન આપીને છેતરપિંડી આચરતા આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

GPCBના લાયસન્સ કઢાવવાના બહાને આચરી લાખો રૂપિયાની છેતરપીંડી

મહાઠગ કિરણ પટેલની સાથે તેની પત્ની માલિની પણ વેપારી ભરતભાઇ સાથે સોલા પાસે મીટીંગમાં હાજર હતી અને બંને ભેગા મળી મીટીંગ કરીને કહ્યું હતું કે લાઇસન્સની તમામ પ્રોસિજર તેમજ ફી મળીને 40 થી 45 લાખ રૂપિયા આપવા પડશે. વેપારીને લાયસન્સની જરૂરિયાત હોવાથી કિરણ પટેલ અને તેની પત્નીને ટુકડે ટુકડે 42.86 લાખ રૂપિયા રોકડેથી આપ્યા હતા. જે લાયસન્સ કિરણ પટેલે બે મહિનામાં લાવી આપવાનું કહ્યું હતું, પરંતુ 8 મહિના સુધી વેપારીને લાયસન્સ ન મળતા અવારનવાર કિરણ પટેલ અને માલિની પટેલને ફોન અને મેસેજ કરતા કિરણ પટેલ ગાંધીનગર ખાતે કોઈ અધિકારી સાથે બેઠા હોય અથવા તો મિટિંગમાં હોય તેવા બહાના કરતો હતો.

વેપારીએ ગાંધીનગર GPCBમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો

ત્યાર બાદ વેપારીએ ગાંધીનગર GPCBમાં તપાસ કરતા લાઇસન્સ માટે આવી કોઈ અરજી આવી ન હોય તેવું સામે આવ્યું હતું. વેપારીએ પૈસા પરત માંગ્યા ત્યારે ઠગ કિરણ પટેલે તેની નારોલ ખાતેની જમીન વેપારીના નામે કરી આપશે, તેવું લખાણ લખી આપ્યું હતું. ત્યારબાદ કિરણ પટેલે ટુકડે ટુકડે 11.75 લાખ રૂપિયા રોકડા પરત આપ્યા હતા. જે બાદ કિરણ પટેલના કૌભાંડ સામે આવતા વેપારીએ ફરિયાદ કરી હતી.

ઠગ કિરણ પટેલના છેતરપીંડી કેસમાં 7 દિવસના રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવશે. જ્યારે આરોપી કિરણ પટેલના 3 કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને તેના બેન્ક ખાતાઓની તપાસ કરવામાં આવતા 1500 થી 2 હજાર રૂપિયા બેલેન્સ મળી આવ્યું હતું. તેણે અનેક લોકોને PMOના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ આચરી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચે ઠગ કિરણ પટેલની વધુ પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">