BSFએ 1.72 કરોડના 30 સોનાના બિસ્કીટ કર્યા જપ્ત, 2 ભારતીય તસ્કરોની કરાઈ ધરપકડ

|

Jul 20, 2021 | 3:36 PM

પશ્ચિમ બંગાળને અડીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર તહેનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમે 2 ભારતીય તસ્કરોને 1.72 કરોડના સોના સાથે ધરપકડ કરી છે.

BSFએ 1.72 કરોડના 30 સોનાના બિસ્કીટ કર્યા જપ્ત, 2 ભારતીય તસ્કરોની કરાઈ ધરપકડ
BSF arrested smugglers and seizes 30 gold biscuits

Follow us on

પશ્ચિમ બંગાળને (West Bengal) અડીને ભારત-બાંગ્લાદેશ સરહદ (India-Bangladesh Border) પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ટીમે 2 ભારતીય તસ્કરોને 1.72 કરોડના સોના સાથે ધરપકડ કરી છે. બીએસએફ દ્વારા સોમવારે રાત્રે જારી કરાયેલા નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તર 24 પરગણા જિલ્લામાં બે ભારતીય તસ્કરો 30 આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી 30 સોનાના બિસ્કીટ સાથે પકડાયા હતા.

જપ્ત કરેલા સોનાના બિસ્કિટનું કુલ વજન 3499.78 ગ્રામ છે. જેની ભારતીય બજારમાં અંદાજિત કિંમત 1 કરોડ 72 લાખ 60 હજાર 420 રૂપિયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના બીઓપી પેટ્રાપોથી દાણચોરી દ્વારા આ તમામ ગોલ્ડ બિસ્કિટને બાંગ્લાદેશથી ભારત લાવવાનો પ્રયાસ થયો હતો. તેમની ઓળખ સુમન તરફદાર (29 વર્ષ) અને આશિક હલદર (23 વર્ષ) તરીકે થઈ છે. પકડાયેલા તસ્કરો સાથે જપ્ત કરેલા સોનાના બિસ્કીટને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ ઓફિસ પેટ્રાપોલને સોંપવામાં આવ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દૈનિક રૂટિની ફરજ દરમિયાન બીએસએફના જવાનો આઈસીપી પેટ્રાપોલ રેલ્વે ક્રોસિંગ નજીક રૂટિન સર્ચ ઓપરેશન પર હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એક શંકાસ્પદ મોટરસાયકલ સવાર પાર્કિંગ એરિયાની બહાર જયંતિપુર તરફ જતા જોયો હતો. જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ મોટરસાયકલ ચલાવનારને અટકાવી તેની તલાશી લીધી ત્યારે તેના કપડાની અંદર કમરમાં બાંધીને 30 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. સૈનિકોએ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પૂછપરછ દરમિયાન પકડાયેલા સુમન તરફદારે જણાવ્યું હતું કે, તે વ્યવસાયે ટ્રક ડ્રાઈવર છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે ફુકટો કંપનીની ટ્રક સાથે સમયે સમયે બાંગ્લાદેશ જતો રહે છે. 179 વી વાહિનીના કમાન્ડિંગ ઓફિસર અરૂણ કુમારે જણાવ્યું હતું કે, આઈસીપી પેટ્રાપોલે કસ્ટમ્સ અધિકારીઓ સાથે આયાત અને નિકાસ વાહનો અને મુસાફરોના અંગત સામાનની આડમાં તસ્કરી અટકાવવા માટે વાતચીત કરી છે, જેથી સામાનની આડમાં કોઈપણ પ્રકારના તસ્કરી થઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે આયાત-નિકાસ વાહનોની આડમાં કોઈ દાણચોરી થતી નથી તેની અવગણના કરી શકાય નહીં.

 

આ પણ વાંચો: Raj Kundra Case: એક વ્હોટસ એપ ગ્રુપથી ચાલતું હતું આશ્લીલ ફિલ્મોનું કૌભાંડ, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો: Raj kundra Arrest case : રાજ કુંદ્રાનો ફોન કબજે, કોર્ટે આ તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Next Article