Breaking News : ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના અમદાવાદના ઘરે CBIના દરોડા, 4 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ

અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. CBIએ અમદાવાદમાં સ્થિત મોન્ટુ પટેલના બંગલા પર દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપ લગાવ્યો છે.

Breaking News : ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના અમદાવાદના ઘરે CBIના દરોડા, 4 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ
| Edited By: | Updated on: Jul 04, 2025 | 11:54 AM

અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. CBIએ અમદાવાદમાં સ્થિત મોન્ટુ પટેલના બંગલા પર દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપ લગાવ્યો છે.

દિલ્હીમાં PCI ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસ્થાને તપાસ હાથ ધરી છે. કમ્પ્યુટર, ફાઈલ્સ સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે. માળખા વગરની 23 કોલેજોને મંજૂરી આપી હતી. 4 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો છે. કોલેજ દીઠ 20થી 25 લાખ રુપિયા લેવાતા હોવાનો આરોપ લગાવ્યો છે. ખોટી રીતે અધ્યક્ષ પદ મેળવ્યાનો આરોપ લગાવ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર મોન્ટુ પટેલ હાલ ફરાર થયો છે.

મોન્ટુ પટેલના ઘરે CBIના દરોડા

ઉલ્લેખનીય છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલ છે. 4 વર્ષ પહેલાં તે PCIમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એટલું જ નહીં આ સંસ્થાનું નેતૃત્વ કરનાર તેઓ પહેલા ગુજરાતી છે. મોન્ટુ પટેલે વર્ષ 2022-23ના વર્ષમાં લગભગ 4 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ ફાર્માસિસ્ટે લગાવ્યો છે.

વર્ષ 2022-23માં કેટલાક ફાર્માસિસ્ટ દ્વારા તે વખતના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને આ અંગે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ હાલના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાને પણ ફરિયાદ કરાઈ હતી. સમગ્ર મામલે અગાઉ પણ CBIએ મોન્ટુ પટેલ સામે તપાસ કરી હતી. પરંતુ, ત્યારે કંઈ હાથ લાગ્યું ન હતું. પરંતુ, હવે સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તપાસમાં દસ્તાવેજોની ચકાસણી, ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ, લાંચના આરોપો સાથે સંકળાયેલા પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જો કે CBIએ દરોડા પાડતા જ મોન્ટુ પટેલ ફરાર થયો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો