Botad: ગઢડાના ઢસા ગામે કાર પાર્કિંગ બાબતે પોલીસ અને પાન દુકાનના સંચાલક વચ્ચે થઈ બબાલ

|

Mar 27, 2021 | 10:32 PM

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં રાજકોટ ભાવનગર ચોકડી પાસે કાર પાર્કિંગ મુદ્દે એક પાન દુકાનના સંચાલકને પોલીસ સાથે બોલાચાલી થતાં પોલીસે માર મારવાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ વિરુદ્ધ ઉમટી પડવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

Botad: ગઢડાના ઢસા ગામે કાર પાર્કિંગ બાબતે પોલીસ અને પાન દુકાનના સંચાલક વચ્ચે થઈ બબાલ
ફાઈલ ઈમેજ

Follow us on

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં રાજકોટ ભાવનગર ચોકડી પાસે કાર પાર્કિંગ મુદ્દે એક પાન દુકાનના સંચાલકને પોલીસ સાથે બોલાચાલી થતાં પોલીસે માર મારવાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ વિરુદ્ધ ઉમટી પડવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મુદ્દે જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ ઢસા ગામ ચોકડી પાસે એક પાનની દુકાન સામે અડચણ થાય તેવી રીતે પોલીસ સ્ટાફના માણસોએ એક કાર પાર્ક કરતા દુકાનદાર તરફથી અડચણ ના થાય એ રીતે કાર પાર્ક કરવા અને ત્યાંથી કાર લઈ લેવા કહેતા આ કારમાં સિવિલ ડ્રેસમાં રહેલા અને નહીં ઓળખી શકેલા પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો ભારે બિચક્યો હતો.

 

જાણવા મળતી અને ચર્ચાતી વિગતો અનુસાર 3 પોલીસમેન દ્વારા કાર લઈ લેવા જેવી બાબતમાં બોલાચાલી થતાં એક યુવકને ખોટી રીતે માર મારવાની ઘટનાથી વાયુવેગે સમાચાર ફેલાઈ જતા ઢસા પંથકના એક જ મોટા સમાજના લોકોના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતનો સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ઢસા દોડી આવ્યો હતો અને કાબૂ બહાર ઉશ્કેરાયેલા ટોળાને કંટ્રોલ કરવા માટે ઢસા પી.આઈ. તરફથી રિવોલ્વર કાઢવી પડી હતી તેમજ ટોળાને કાબૂમાં લેવા પોલીસને 3 જેટલા ટીયર ગેસ છોડવા પડતા અફરાતફરીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ દરમિયાન થયેલી ભાગદોડમાં 3-4 વ્યક્તિને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ગઢડા અને ત્યારબાદ ભાવનગર તેમજ લાઠી ખસેડવા પડ્યા હતા. આ મુદ્દે મોડી સાંજ સુધી ચાલુ રહેલી માથાકૂટના અંતે પોલીસ તરફથી હરદીપસિંહ ગીરવતસિંહ ગોહિલ અનાર્મ, પોલીસ કોન્સ બ.નં.- 382 નોકરી ઢસા પોલીસ સ્ટેશનની ફરીયાદ હકીકત મુજબ પાન દુકાન સંચાલક સામે ફરીયાદ ગુન્હો દાખલ કરવામાં આવેલ તેમજ 150 કરતા વધારે ટોળા વિરુદ્ધ રાયોટીગનો ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારે પાનના દુકાનદારના સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચી જ્યાં સુધી પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ ન નોંધો ત્યાં સુધી પોલીસ મથકે બેસવાની માંગ સાથે પોલીસ મથકે બેસી ગયા હતા અને અંતે 3 થી 4 જેટલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ  ફરિયાદ નોંધાઈ હતી.

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા

Next Article