Bombay HC: સુશાંત સિંહ રાજપૂતની એક બહેન પર કાર્યવાહીનો આદેશ, બીજી બહેનને રાહત

|

Feb 15, 2021 | 3:10 PM

રિયા ચક્રવર્તીએ 7 સપ્ટેમ્બરના રોજ બાંદરા પોલીસ સ્ટેશનમાં અભિનેતા સુશાંતની બહેનો પર કેસ કર્યો હતો. ફરિયાદમાં સુશાંતની બહેનો પ્રિયંકા અને મીતૂ સિંહ તેમજ ડોક્ટર તરુણ કુમાર પર અભિનેતાને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો.

Bombay HC: સુશાંત સિંહ રાજપૂતની એક બહેન પર કાર્યવાહીનો આદેશ, બીજી બહેનને રાહત

Follow us on

બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનો દ્વારા દાખલ અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. આજે મંગળવારે બોમ્બે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં મીતૂ સિંહ વિરુદ્ધના કેસને ફગાવી દીધો છે. જ્યારે આ કેસમાં પ્રિયંકા સામે કાર્યવાહી કરવા ઓર્ડર આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે છેલ્લી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

શું હતું FIRમાં
રિયા ચક્રવર્તીએ 7 સપ્ટેમ્બરના રોજ બાંદરા પોલીસ સ્ટેશનમાં અભિનેતા સુશાંતની બહેનો પર કેસ કર્યો હતો. રિયાએ તેની ફરિયાદમાં સુશાંતની બહેનો પ્રિયંકા અને મીતૂ સિંહે આરોપ લગાવ્યો હતો કે તેઓ દિલ્હીના ડોક્ટર તરુણ કુમારને મળ્યા હતા અને સુશાંત માટે બનાવટી પ્રિસ્ક્રિપ્શન લખાવ્યા હતા. સુશાંતની માનસિક સ્થિતિને જાણ્યા વિના દવાઓ લખી દેવામાં આવી હતી. તેણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે 8 જૂને સુશાંતને દવાઓ આપવામાં આવી હતી અને 14 જૂને અભિનેતાએ આત્મહત્યા કરી હતી. તેથી ત્રણેયને પર આત્મહત્યા કરવા મજબુર કરવાનો આક્ષેપ છે.

રિયા દ્વારા કરવામાં આવી હતી FIR
રિયા દ્વારા કરવામાં આવેલા આ કેસ બાદ સુશાંતની બહેનોએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે રિયાની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. સુશાંતની બહેનોના વકીલ વિકાસ સિંહે અરજીમાં કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની ફરિયાદ પાયા વિહોણી છે. અને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. વકીલે એમ પણ હતું કે રિયાએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસથી ધ્યાન હટાવવા માટે જ આ એફઆઈઆર નોંધાવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આત્મહત્યા માટે પ્રેરવાનો આરોપ
14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક તરફ મુંબઈ પોલીસ તેને આત્મહત્યા ગણાવી રહી છે ત્યારે. બીજી તરફ સુશાંતના પરિવારે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલા ગણાવ્યો હતો. તેમને રિયા ચક્રવર્તી સામે સુશાંતને બળજબરીથી ડ્રગ્સ આપવાનો અને આત્મહત્યા માટે પ્રેરવાનો આરોપ લગાવતો કેસ નોંધાવ્યો હતો. સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

જોડાયો ડ્રગ કેસ
સુશાંતના મોતની તપાસ દરમિયાન એક ડ્રગ્સનો એંગલ પણ પ્રકાશમાં આવ્યો હતો. બોલિવૂડની મોટી હસ્તીઓનાં નામ પણ આ કેસ સાથે જોડાયેલાં હતાં. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં અત્યાર સુધી 31 ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે જામીન પર બહાર છે.

Next Article