Bomb Blast In Kabul : કાબુલમાં ગર્લ્સ સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 50 થઇ, ભારતે હુમલાની નિંદા કરી

|

May 09, 2021 | 10:45 PM

Bomb Blast In Kabul : કાબુલમાં ગર્લ્સ સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Bomb Blast In Kabul : કાબુલમાં ગર્લ્સ સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 50 થઇ, ભારતે હુમલાની નિંદા કરી
PHOTO : PTI

Follow us on

Bomb Blast In Kabul : અફઘાનિસ્તાનની રાજધાની કબુલમાં ગર્લ સ્કૂલ ખાતે થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને 50 થઈ ગયો છે. અફઘાનિસ્તાન ગૃહમંત્રાલયે કહ્યું કે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગની છોકરીઓ 11 થી 15 વર્ષની વયની છે. કાબુલમાં ગર્લ્સ સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ ભારતે નિંદા કરી છે.

ભારતે હુમલાની નિંદા કરી
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત કાબુલમાં ગર્લ્સ સ્કૂલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના (Bomb Blast In Kabul) આ હુમલાની સખત નિંદા કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે હંમેશાં અફઘાનિસ્તાનના યુવાનોના શિક્ષણને સમર્થન આપ્યું છે અને તે આગળ પણ ચાલુ રાખશે. ભારતે પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદનો ખાત્મો કરવા હાકલ કરી હતી.

મૃતકોના પરિવારજનોમાં દુઃખ સાથે આક્રોશ
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરીઅને કહ્યું કે શનિવારના આ હુમલા (Bomb Blast In Kabul) માં ઘાયલોની સંખ્યા 100 ને વટાવી ગઈ છે. રાજધાનીના પશ્ચિમ ભાગમાં દશ્ત-એ-બર્ચીમાં જ્યારે સગાસંબંધીઓ મૃતકોને દફન કરી રહ્યા હતા, ત્યારે મૃતકોના પરિવારજનોમાં દુઃખ સાથે આક્રોશ હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મોહમ્મદ બારીક અલીઝાદાએ કહ્યું કે સરકાર ઘટના પછી જવાબ આપે છે. તે ઘટના પહેલા કંઈ જ કરતી નથી. અલીઝાદાની સૈયદ અલ-શાહદા શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી ભત્રીજી લતિફાનું આ હુમલામાં મોત થયું હતું. જ્યારે વિદ્યાર્થીનીઓ શાળાની રજા બાદ બહાર નીકળી રહી હતી ત્યારે શાળાના પ્રવેશદ્વારની બહાર ત્રણ ધડાકા થયા હતા.

US અને NATO સૈન્ય જતા જ હુમલાઓ તેજ થયા
કબુલમાં થયેલ આ વિસ્ફોટ (Bomb Blast In Kabul) રાજધાનીના પશ્ચિમમાં શિયા વસ્તીવાળા વિસ્તારમાં થયો હતો. તાલિબાને જવાબદારી સ્વીકારી નથી અને આ ઘટનાની નિંદા કરી છે. અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તા એરિયન જણાવ્યું હતું કે પ્રથમ વિસ્ફોટ વિસ્ફોટકોથી ભરેલા વાહન દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ બે વિસ્ફોટ થયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃઅટકોની ​​સંખ્યામાં હજી વધારો થઈ શકે છે.

સતત બોમ્બ વિસ્ફોટોનો ભોગ બનેલા પાટનગરમાં શનિવારનો હુમલો એ અત્યાર સુધીનો સૌથી નિર્દય હુમલો છે. સુરક્ષાના અભાવ અને હિંસામાં વધારો થવાના ભયને કારણે ટીકાઓ તીવ્ર થઈ રહી છે કારણ કે US અને NATO સૈન્યએ પોતાની છેલ્લી ટુકડીને અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

Next Article