Bihar: મદરેસામાંથી દેશી કટ્ટા અને કારતૂસ મળ્યા, મદરેસા સંચાલકે કહ્યું રેતી માફિયાઓ ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

|

Nov 07, 2021 | 7:46 AM

મદરેસાની બાજુમાં આવેલા રૂમમાંથી પોલીસે ચાર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ મળી આવ્યા છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે આ દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસને મોટી સફળતા મળી

Bihar: મદરેસામાંથી દેશી કટ્ટા અને કારતૂસ મળ્યા, મદરેસા સંચાલકે કહ્યું રેતી માફિયાઓ ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
Desi pistol and cartridges found in madrassas

Follow us on

Bihar: પોલીસે બાંકા જિલ્લાના એક મદરેસામાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ધોરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના કરહરિયા ગામમાં એક મદરેસાની બાજુમાં આવેલા રૂમમાંથી પોલીસે ચાર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ મળી આવ્યા છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે આ દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી અને હથિયારો મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મદરેસાની બાજુમાં આવેલા એક રૂમમાં બોરી નીચે એક પિસ્તોલ અને કારતુસ રાખવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલ હથિયાર જપ્ત કરી લીધું છે.

મદરેસામાંથી હથિયારો મળ્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ છે. સાથે જ મદરેસા સંચાલકો તેને રેતી માફિયાઓનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. કરહરિયા ગામના મુખ્ય માર્ગ પર જામિયા અરેબિયા તાલીમુલ કુરાન મદરેસા આવેલી છે. આ મદરેસાની શરૂઆત 2003માં થઈ હતી. સિંહપુરના રહેવાસી મૌલાના શોએબ અહીં ભણાવે છે. પિસ્તોલ મળી ત્યારથી જ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. લોકો આ ઘટનાને એક સુવિચારિત ષડયંત્ર કહી રહ્યા છે. 

મદરસાના મોહં. ફઝીરુદ્દીને કહ્યું કે છેલ્લા 18 વર્ષથી મદરેસામાં બાળકોને કુરાન શરીફ શીખવવામાં આવે છે. તેણે કહ્યું કે તે રેતી ખનન કરનારાઓ અંગે પોલીસને સતત ફરિયાદ કરી રહ્યો છે. કારણ કે તે માફિયાઓના કામમાં દખલ કરી રહ્યો છે તેથી તેને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રેતી માફિયાઓ દ્વારા આ હથિયારો ઘાસચારાની બોરી નીચે છુપાવવામાં આવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પછી સુનિયોજિત કાવતરા હેઠળ પોલીસ બોલાવવામાં આવી છે. તેણે કહ્યું કે પોલીસે એકવાર શોધખોળ કરી તો પણ હથિયાર મળ્યું નહોતું, જ્યારે ફરી કોલ આવ્યો તો સર્ચમાં હથિયાર મળી આવ્યું. આ મામલે બાંકા એસપી અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે મદરેસામાંથી કટ્ટા મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. તપાસ બાદ જ કંઈ કહી શકાય.

Next Article