Bhavnagar: લૂંટ સહિત સાત ગુનાનો ભેદ ઉકેલાયો, એકલા રહેતા વૃધ્ધાને ઘાયલ કરી સોનાના દાગીનાની લૂંટ કરી હતી

|

Jun 29, 2021 | 8:23 PM

Bhavnagar : આરોપીઓ જુદા જુદા સમયે ગામમાં મોટરસાયકલ પરથી પસાર થઈને રેકી કરતા હતા. વિગતો મેળવ્યા બાદ ચોક્કસ સમયે પોતાની લૂંટને અંજામ આપતા હતા.

Bhavnagar: લૂંટ સહિત સાત ગુનાનો ભેદ ઉકેલાયો, એકલા રહેતા વૃધ્ધાને ઘાયલ કરી સોનાના દાગીનાની લૂંટ કરી હતી
લૂંટના બનાવ બાદ આરોપીઓને પોલીસે પીછો કરશે જ તેથી ત્રણે આરોપીઓ અલગ અલગ થઈ ગયા હતા

Follow us on

Bhavnagar : સિહોર (Sihor) તાલુકાના ભુતીયા (Bhutiya) ગામે રહેતા વૃધ્ધા પોતાના ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ માથાના ભાગે હુમલો કરી કાનમાં પહેરેલી સોનાની પોખાનીની લૂંટ કરી હતી.

ભુતિયા ગામમાં થયેલા લૂંટના બનાવની ગંભીરતા અને અગાઉ પણ ભુતિયા ગામે આ પ્રકારે થયેલી લૂંટ (robbery) ધ્યાને લઇ સીટની રચના કરવામાં આવી હતી. છેલ્લા 28 દિવસની સઘન તપાસ બાદ આ લૂંટ સહિત સાત ગુન્હાનો ભેદ ઉકેલાયો છે.

આ અંગે સીટ દ્વારા ટેકનિકલ સેલ તથા હ્યુમન સોરસીસથી ઝીણવટ ભરી તપાસ કરી આ ગામમાં તથા આજુબાજુના ગામમાં છૂટક મજૂરી કામ કરવા આવતા લોકો, ભંગારવાળા તથા અન્ય ફેરીઓ કરવા આવતા ફેરિયાઓની સઘન તપાસ કરતા લૂંટ કરતી ગેંગનું પગેરું મળ્યું હતું. દિવસના સમયે લૂંટ કરતી રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ પરમાર તથા તેના સાગરીતોની ગેંગ સક્રિય છે તેવી જાણકારી મળી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જે બાદ આરોપીઓ મોટરસાયકલ ઉપર રાજકોટ રોડ થઈ સોનગઢ પાલીતાણા ચોકડી થઈને પાલીતાણા જવાના છે, તેવી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તેની જીથરી આગળ વોચ ગોઠવી રણજીત ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર ને ભરત ઉર્ફે બોડિયો ગંભીરભાઈ કાનાભાઈ પરમાર અને અન્ય એક કિશોરને ગુન્હાના ઉપયોગમાં લીધેલી મોટર સાયકલ સહિત પોલીસે પકડી પડ્યા હતા. બાદમાં લૂંટના આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચે હસ્તગત કર્યા હતા.

અગાઉ પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેની પૂછપરછ કરતાં સોનગઢ, જેસર, ગારિયાધાર, સિહોર, પાલીતાણા, પાળીયાદ પોલીસ મથકમાં નોંધાયેલાં ગુના મળી કુલ સાત ગુનાની કબૂલાત આપી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ જુદા જુદા સમયે ગામમાં મોટરસાયકલ પરથી પસાર થઈને રેકી કરતા હતા. કયા ઘરમાં કેટલા લોકો રહે છે? ક્યારે કોણ હાજર હોય છે? અને ઘરમાંથી કિંમતી વસ્તુ મળી શકે કે કેમ તેની વિગત મેળવ્યા બાદ ચોક્કસ સમયે પોતાની લૂંટને અંજામ આપતા હતા.

લૂંટના બનાવ બાદ આરોપીઓને પોલીસે પીછો કરશે જ તેથી ત્રણે આરોપીઓ અલગ અલગ થઈ ગયા હતા. અને સમયાંતરે પોતાનું સ્થળ બદલાવતા ત્યારે ગામડામાં તો ક્યારેક ખેતરોમાં અને શહેરોમાં નાસતા ફરતા રહેતા હતા પરંતુ મુખ્ય આરોપી અને તેના સાગરિતો પાલીતાણા જતા હોવાની ખબર પડતાં ત્રણે આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો : ભારતમાં Google મેસેજ એપમાં આવી રહ્યાં છે આ જબરદસ્ત ફીચર ,જાણો વિગતે

Next Article