Bharuch: વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1 મેના રોજ આગ લાગવાના મામલે 9 ટ્રસ્ટીઓની ધરપકડ

|

May 22, 2021 | 11:58 PM

Bharuch: આ આગઉ ઘટનાના મામલે બી ડીવીઝન પોલીસ  સ્ટેશનમાં IPC 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર ન હતું.

Bharuch: વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1 મેના રોજ આગ લાગવાના મામલે 9 ટ્રસ્ટીઓની ધરપકડ

Follow us on

Bharuch: ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1 મેના રોજ આગ લાગવાના મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે. ઘટનામાં 18 લોકોના મોત નિપજ્યા હતા. આ અગાઉ ઘટનાના મામલે બી ડીવીઝન પોલીસ  સ્ટેશનમાં IPC 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર ન હતું.

 

ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1લી મેએ ભીષણ આગ લાગતાં 18 લોકો જીવતા ભૂંજાયા હતા. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

ઘટનાને પગલે 25થી વધુ એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા. પરંતુ આગ એટલી ભયંકર હતી કે 18 લોકો જીવતા ભૂંજાઈ ગયા.

 

ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU-1માં અચાનક આગ લાગતા 18 જેટલા લોકો બળીને ભડથું થઈ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને બચાવીને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

 

આ પણ વાંચો: Cyclone Tauktae: વલસાડના તિથલ નજીક દરિયાકિનારે 3 મૃતદેહ મળ્યા, લાપતા લોકોના મૃતદેહ હોવાની આશંકા

Next Article