ATMમાં પૈસા ઉપાડવા જાવ છો તો સાવધાન, રાજકોટ પોલીસે મદદના નામે ઠગાઈ કરતી ટોળકીને ઝડપી

|

Mar 10, 2021 | 11:29 PM

જો તમે અથવા તમારા કોઈ પરિજન ATMમાં પૈસા ઉપાડવા જાય અને કોઈ મદદ કરવા માટે પાસે આવે તો થઈ જજો સાવધાન. આ લોકો તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને તમને ઝટકો આપી શકે છે.

ATMમાં પૈસા ઉપાડવા જાવ છો તો સાવધાન, રાજકોટ પોલીસે મદદના નામે ઠગાઈ કરતી ટોળકીને ઝડપી

Follow us on

જો તમે અથવા તમારા કોઈ પરિજન ATMમાં પૈસા ઉપાડવા જાય અને કોઈ મદદ કરવા માટે પાસે આવે તો થઈ જજો સાવધાન. આ લોકો તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને તમને ઝટકો આપી શકે છે. રાજકોટ પોલીસે ATMમાંથી પૈસા ઉપાડવા જતા લોકોની મદદ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીની ધરપકડ કરી લીધી છે.

 

રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં છેતરપિંડી આચરીને રૂપિયાની ઉઠાંતરી કરાઈ છે તેવી બાતમીના આધારે પોલીસે છટ્કુ ગોઠવીને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી પવનકુમાર પટેલને પકડી પાડ્યો છે. પવન તેના અન્ય ત્રણ સાથીઓ ભોલા યાદવ, મહેન્દ્ગ યાદવ અને કનૈયા પટેલ સાથે મળીને ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પવન પાસેથી કુલ 7 અન્ય લોકોના ડેટા મળ્યા છે. જેમાંથી 6 વ્યક્તિઓ શાપરના જ્યારે એક વ્યક્તિ જુનાગઢનો હોવાનું સામે આવ્યુ છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો



પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકી ATM નજીક શિકારમાં રહે છે. જો કોઈ વ્યક્તિને ATMમાંથી રૂપિયા ઉપાડતા ન આવડતું હોય તેને રૂપિયા ઉપાડવા માટે મદદ કરે છે, દરમિયાન તેનો પાસવર્ડ જાણીને નજર ચૂકવીને ATM કાર્ડ મિનિ ડીએક્સ 5 મશીનમાં સ્વાઈપ કરે છે અને મોબાઈલ એપની મદદથી તેમના ખાતામાં કેટલા રૂપિયા છે તેની ખરાઈ કર્યા બાદ બીજા ATMમાં જઈને રૂપિયા ઉપાડી લે છે. છેતરપિંડી દરમિયાન બે વ્યક્તિ પૈસા ઉપાડનારને વાતોમાં વ્યસ્ત રાખે છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ તેનું ATM કાર્ડ બદલી કરીને તેના ખાતામાં કેટલા રૂપિયા છે તે અંગેની માહિતી એકત્ર કરીને રૂપિયાની ચોરી કરી લે છે.



હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ શખ્સો કેટલા સમયથી ગોરખધંધો ચલાવતા હતા અને અત્યાર સુધીમાં કોને કોને શિકાર બનાવ્યા અને ક્યાં ક્યાં છેતરપિંડી આચરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Mahisagar: પોલીસ પર હુમલાના કેસમાં સેશન્સ કોર્ટે 22 આરોપીઓને ફટકારી સજા

Next Article