Mahisagar: પોલીસ પર હુમલાના કેસમાં સેશન્સ કોર્ટે 22 આરોપીઓને ફટકારી સજા

Mahisagar : આ કેસમાં કુલ 56 આરોપીઓમાંથી Sessions court દ્વારા 22 આરોપીઓને સજા ફટકારવામાં આવી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 10, 2021 | 10:39 PM

Mahisagar: મહીસાગરની Sessions courtએ 2016માં પોલીસ જવાનો પર હુમલાના કેસમાં 22 આરોપીઓને સજા ફટકારી છે. આ કેસમાં કુલ 56 આરોપીઓમાંથી Sessions court દ્વારા  22 આરોપીઓને સજા ફટકારવામાં આવી. જેમાંથી 21 આરોપીઓને 5 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 70 વર્ષિય એક આરોપીને Sessions courtએ માનવતાના ધોરણે 3 વર્ષની સજા ફટકારી છે. આ સમગ્ર કેસ વર્ષ 2016નો છે. વર્ષ  2016માં હોળી પર્વના બંદોબસ્ત દરમિયાન વડદલા ગામે લોકોના ટોળાએ પોલીસ જવાનો પર લાકડીઓ વડે સામુહિક હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી.

 

 

 

આ પણ વાંચો: Kutch: આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાવાનો તંત્રનો દાવો, કચ્છના 639 ગામડાઓમાં પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">