વિડીયો બનાવીને PM મોદી-હસીનાની મજાક ઉડાવવું પડી ગયું ભારે, આ યુવકને થઇ શકે છે 14 વર્ષ સુધીની સજા

|

Apr 03, 2021 | 12:16 PM

વિડીયો બનાવીને ઘણી વાર લોકો મોટા નેતાઓની મજાક ઉડાવતા હોય છે. પરંતુ આ કૃત્ય એક બાંગ્લાદેશી યુવકને ભારે પડી ગયું છે. જાણો શું છે મામલો.

વિડીયો બનાવીને PM મોદી-હસીનાની મજાક ઉડાવવું પડી ગયું ભારે, આ યુવકને થઇ શકે છે 14 વર્ષ સુધીની સજા
પ્રધાનમંત્રી મોદી

Follow us on

બાંગ્લાદેશમાં એક 19 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. જેના પર આરોપ છે કે એક વીડિયો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના સમકક્ષ શેખ હસીનાની મજાક ઉડાવી હતી. સરકાર તરફી એક યુવકની ફરિયાદના આધારે બુધવારે રબિઉલ ઇસ્લામ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારી અબ્દુલ અલ-મમુને કહ્યું, “તેણે બાંગ્લાદેશી અને ભારતીય વડાપ્રધાનની તસવીરોનો ઉપયોગ કરીને ઉશ્કેરણીજનક વિડિઓ બનાવી અને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.” કડક ડિજિટલ સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરાયેલા યુવક પર લાદવામાં આવેલી કલમોને લઈને જો તે દોષી સાબિત થાય છે તો તેણે 14 વર્ષની જેલ ભોગવવી પડે એમ છે.

પીએમ નરેન્દ્ર મોદીની બે દિવસીય બાંગ્લાદેશની યાત્રા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવા માટે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો. આ કારણે બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી, જેમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા હતા અને ઘણી જગ્યાએ હિન્દુ સમુદાયના ઘરો અને મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઇસ્લામની ધરપકડ ડિજિટલ સુરક્ષા કાયદા હેઠળ કરવામાં આવી છે, જે વર્ષ 2006 માં વિવાદિત આઇટી એક્ટને બદલીને, 2018 માં અસ્તિત્વમાં લાવવામાં આવ્યો હતો. 2018 થી આ કાયદા હેઠળ આવા સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પર વડાપ્રધાન સહિત મોટી રાજકીય હસ્તીઓના ફોટોગ્રાફ્સ સાથે ચેડાંનો આરોપ છે.

આ કાયદાની કલમ 21 હેઠળ વ્યક્તિને ભારે દંડ સાથે આજીવન કેદની સજા થઈ શકે છે. આ કલમ ‘મુક્તિ યુદ્ધના ભવન’, ‘રાષ્ટ્રપિતા’, ‘રાષ્ટ્રગીત’ અથવા ‘રાષ્ટ્રધ્વજ’ વિરુદ્ધ પ્રચાર અથવા પ્રચારના આરોપ સામે લગાવાય છે. જો કે, ઘણા માનવ અધિકાર સંગઠનોએ પણ આ કાયદા પર સવાલ ઉઠાવ્યા છે.

 

આ પણ વાંચો: કેમ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ ચૂંટણી નથી જીતી શકતી? રાહુલ ગાંધીએ કહ્યું “મારી પાસે આ વસ્તુઓ નથી”

આ પણ વાંચો: એક અધૂરી પ્રેમ કહાની થઇ પૂરી: 82 વર્ષના ચોકીદારને 50 વર્ષ બાદ મળવા જઈ રહ્યો છે તેનો પહેલો પ્રેમ

Published On - 11:25 am, Sat, 3 April 21

Next Article