BANASKATHA : પાલનપુરના ભાગળ ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ફાયરિંગમાં એક ઘાયલ

|

Apr 10, 2021 | 7:34 PM

BANASKATHA જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જે મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

BANASKATHA : પાલનપુરના ભાગળ ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ફાયરિંગમાં એક ઘાયલ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

BANASKATHA જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જે મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે અંગત અદાવતમાં ફાયરિંગ થયું. દેશી પિસ્તોલથી અક્રમ મેવાતી નામના અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં ઇમરાન આગલોડીયા નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે થયેલા ફાયરિંગની ઘટના બાદ પોલીસ ભાગળ ગામે પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે ખસેડી જે લોકોએ ફાયરિંગ કર્યું છે તેની શોધખોળ હાથધરી હતી. ફાયરિંગમાં ઘાયલ ઇમરાન આગલોડીયા સ્વજન દ્વારા સમગ્ર હુમલો અંગત અદાવતમાં કરવામાં આવેલું હોવાનું સામે આવ્યું હતું.

ફાયરિંગની ઘટના બનતા જ પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. તેની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરતા આરોપીઓની પોલીસે ટૂંકા સમયમાં ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓએ ફાયરિંગ કેમ કર્યું તેમજ ફાયરીંગ માટે જે હથિયારો વપરાયું તે ક્યાંથી લાવ્યા હતા. આ તમામ બાબતોને લઈને અત્યારે પાલનપુર તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ચાર આરોપીઓ પાસેથી ગુનાના કામમાં વાપરવામાં આવેલી દેશી પિસ્તોલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. નાણાકીય બાબતોને લેવડદેવડમાં હવે મામલો ફાયરિંગ સુધી પહોંચી રહ્યો છે. ત્યારે ફાયરીંગની ઘટનામાં પોલીસ વધુ હકીકત બહાર આવે છે તે જોવાનું રહેશે.

Published On - 7:32 pm, Sat, 10 April 21

Next Article