BANASKATHA : પાલનપુર RTO દ્વારા નકલી ટેક્ષ પાવતીના કૌભાંડનો પર્દાફાશ

|

Mar 21, 2021 | 5:52 PM

BANASKATHA : જિલ્લામાંથી આરટીઓ વિભાગ દ્વારા નકલી ટેક્ષ પાવતીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી માલવાહક ટ્રકોને ખોટી ટેક્ષ પાવતી આપી સરકારના નામે નાણાં ઉઘરાવવામાં આવતા હતા.

BANASKATHA : પાલનપુર RTO દ્વારા નકલી ટેક્ષ પાવતીના કૌભાંડનો પર્દાફાશ
પાલનપુર આરટીઓ

Follow us on

BANASKATHA : જિલ્લામાંથી આરટીઓ (RTO) વિભાગ દ્વારા નકલી ટેક્ષ પાવતીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી માલવાહક ટ્રકોને ખોટી ટેક્ષ પાવતી આપી સરકારના નામે નાણાં ઉઘરાવવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ આરટીઓ વિભાગની તપાસમાં ખુલ્યો છે. જેને લઇને જીલ્લા આરટીઓ દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આરટીઓ (RTO) ચેકપોસ્ટ હટાવી લેવાતાં હવે અસામાજિક તત્વો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાજસ્થાનમાં ગુજરાત સરકાર ના નામે ખોટી ટેક્સ પાવતીઓ વાહનચાલકોને પધરાવી નાણાં પચાવી પાડવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના પાલનપુર આરટીઓ (RTO) વિભાગ દ્વારા બહાર આવી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા ટ્રકચાલકે ટેક્સ ભર્યાની પાવતી બતાવી હતી. જે પાવતી મામલે આરટીઓ દ્વારા ઓનલાઇન તપાસ કરતા પાવતીની કોઈપણ પ્રકારની એન્ટ્રી ગુજરાત આરટીઓ વિભાગમાં દેખવા મળી ન હતી. જે બાદ શંકા જતા આ પાવતી મામલે તપાસ કરતા ટેક્સ પાવતી ખોટી હોવાનું સામે આવતા જિલ્લા આરટીઓ અધિકારીએ પાલનપુર (PALANPUR) તાલુકા પોલીસ મથકે ગુજરાત સરકારના નામે ખોટી રીતે નાણાં પચાવી પાડવા મામલે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર કે ટેક્સ પાવતી કૌભાંડ મામલે પાલનપુર (PALANPUR) તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જે ખોટી પાડતી ડ્રાઈવર દ્વારા રજૂ કરવામાં આવી હતી. તે પાવતી કબજે લઇ ડ્રાઈવરના નિવેદનના આધારે ગુજરાત સરકારના નામે ખોટી રીતે નાણાં પચાવી પાડનાર લોકો સામે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર તપાસ અત્યારે પાલનપુર સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ચલાવી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અનેક લેભાગુ તત્વો સરકાર ટેક્સના નામે અશિક્ષિત ડ્રાયવરો પાસેથી નાણાં ઉઘરાવી મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અત્યારે તો માત્ર એકજ ડ્રાઇવરની ખોટી પાવતી આરટીઓ (RTO) વિભાગની હાથ લાગી છે. પરંતુ, આ કૌભાંડના ઘણા લોકો સંડોવાયેલા હોવાની શકયતાઓ છે. હાલ તો PALANPUR પોલીસ આ મામલે તપાસ તેજ કરી છે. અને, કૌભાંડના મૂળ સુધી પહોંચવા જમીન-આસમાન એક કર્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ સમગ્ર ટેક્સ પાવતી કૌભાંડમાં કેટલા લેભાગુ બહાર આવે છે.

Next Article