Banaskantha : જીલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગ પોલીસના સકંજામાં

|

Apr 19, 2021 | 6:01 PM

પાસ દરમિયાન દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગ આ ઘરફોડ ચોરીને અંજામ આપતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જે બાદ પોલીસ, ચોર ગેંગના આરોપીઓ સુધી પહોંચી હતી.

Banaskantha : જીલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગ પોલીસના સકંજામાં

Follow us on

Banaskantha જીલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી છે. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો બનતા હતા. જે મામલે એલસીબીએ ટેકનિકલ સેલના મદદથી ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા એક-બે નહીં પરંતુ 86 ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે.

રાજ્યમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જીલ્લાની વાત કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં બંધ પડેલા મકાનમાં ચોરીની ઘટના નોંધપાત્ર વધારો થયો હતો. જે મામલે જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સેલની મદદ લઇ એલસીબીએ તપાસ આદરી હતી. જે તપાસ દરમિયાન દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગ આ ઘરફોડ ચોરીને અંજામ આપતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જે બાદ એલસીબી, ચોર ગેંગના આરોપીઓ સુધી પહોંચી હતી. જે બાદ તપાસ કરતા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી ઉલટ તપાસ હાથધરી હતી.

કઈ રીતે આપતા હતા ચોરીને અંજામ ?
આ ચડ્ડી બનીયાનધારી ગેંગના આરોપીઓ દાહોદ જિલ્લાના વતની છે. ચોરી કરતા પહેલા આ ગેંગના સાગરિતો દિવસ દરમિયાન રેકી કરતા હતા. જે બાદ બંધ મકાન જણાતા રાત્રી દરમિયાન તેનું તાળું તોડી ચોરી કરતા હતા. ચોરી સમય દરમિયાન વ્યક્તિ જાગે તો તેની પર પથ્થરમારો કરી ત્યાંથી ભાગી છૂટતા હતા. અત્યારે પોલીસે આરોપીઓ પાસેથી ૧૬૦ ગ્રામ સોનુ જ્યારે 3.5 કિ.ગ્રા ચાંદી કબજે કરી છે. જેની બજાર કિંમત રૂપિયા 617484 થાય છે. પોલીસે ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીઓ 1. રાકેશ મોહનીયા, 2. બાલુ માવી, 3. દિલીપ સોની
ને ઝડપી પાડયા છે. જ્યારે આ કામના પાંચ આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. જેને પકડવા માટે એલસીબી ની ટીમો કામે લાગી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ક્યાં કેટલી ચોરી કરી ?
પ્રાથમિક તપસ પ્રમાણે બનાસકાંઠામાં 50 ચોરી, મહેસાણામાં18, સાબરકાંઠામાં 6, આણંદમાં 09, ગાંધીનગરમાં એક, અને અરવલ્લીમાં 02 એમ 86 ચોરીનો ખુલાસો થયો છે. પોલીસને ઘરફોડ ચોરીના મોટા આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓએ 86 જેટલી ચોરીના મુદ્દામાલ ને ક્યાં સગેવગે કર્યો છે. તેને લઈને એલસીબી પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો : ફૂલ જેવી દીકરીની હત્યા બાદ માતાએ પણ કરી આત્મહત્યા, ઘર કંકાસ બન્યો કારણભૂત

Next Article