15 વર્ષની સગીર છોકરીને વેચવાનો પ્રયાસ, એક મહિલા સહિત 5 લોકોની કરાઈ ધરપકડ

|

Aug 20, 2021 | 8:12 PM

15 વર્ષની સગીર છોકરીને પીથમપુરામાં વેચીને તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

15 વર્ષની સગીર છોકરીને વેચવાનો પ્રયાસ, એક મહિલા સહિત 5 લોકોની કરાઈ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધાર જિલ્લામાં માનવ તસ્કરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધાર (Dhar) જિલ્લાના એસપીએ કહ્યું કે, રાજધાની ભોપાલની 15 વર્ષની સગીર છોકરીને પીથમપુરામાં વેચીને તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.

ધાર જિલ્લામાં માનવ તસ્કરીના કેસના કારણે આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મળતા અહેવાલો અનુસાર રાજ્યમાં માનવ તસ્કરી ગેંગના ઘણા જૂથો સક્રિય છે. આ મામલે ધાર એસપીએ કહ્યું કે, રાજધાની ભોપાલની 15 વર્ષની સગીર છોકરીને પીથમપુરમાં વેચીને તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે અને આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ પાંચ લોકોમાંથી એક મહિલા પણ માનવ તસ્કરીના કેસમાં સામેલ છે.

તેમણે કહ્યું કે, અમે દરેક પાસાથી આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. સાથે જ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ કડીઓ ઉમેરવામાં આવી રહી છે. આ મામલે જે પણ ટિપ અથવા માહિતી મળી રહી છે, પોલીસ તેના પર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. એસપીએ કહ્યું કે, બાકીના લોકોને પકડવા માટે પોલીસની ટીમ પણ બનાવવામાં આવી છે.

મહત્વનું છે કે, આ પ્રકારનું એક કૌભાંડ નડિયાદમાંથી ખેડા SOG દ્વારા પણ ઝડપી પાડવામાં આવ્યું છે. ખેડા જીલ્લાના નડિયાદના કિસાન સમોસાના ખાંચામાં રહેતી મહિલા મોનીકાબેન મહેશભાઈ શાહ થોડા વર્ષો પહેલા આણંદ ખાતે આવેલ એક સરોગેટ મધર માટેની હોસ્પીટલમાં કામ કરતી હતી અને સરોગેટ મધર શોધવાનું કામ કરી યોગ્ય વળતર મેળવી લેતી હતી.

પરંતુ સરકાર દ્વારા સરોગસી પર કડક નીયંત્રણ મૂકી દેતા મોનીકાબેન બેરોજગાર થઇ ગયા હતા અને પોતાના પુત્રને પરણાવવા માટે લોકોના બાળકો ખરીદ વેચાણ કરવાનું કૌભાંડ આચરવાનું ચાલુ કર્યું હતું. મોનિકાએ પોલીસની તપાસમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી કુલ ચાર બાળકો આ રીતે રાજ્ય બહારની ગરીબ મહિલાઓ પાસેથી ખરીદી તેનું વેચાણ કરવામાં આવ્યું છે.

ખેડા SOG પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદમાં છેલ્લા કેટલાક સમયથી નવજાત બાળકો જેમની માતાને રૂપિયા આપી ખરીદવામાં આવે છે, તે માહિતીના આધારે ખેડા SOG પોલીસે મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની એક ડમી બાળક ખરીદવાની ટીમ બનાવી મોનિકા શાહનો સંપર્ક કર્યો હતો.

 

આ પણ વાંચો: નડિયાદમાંથી ખેડા SOGએ ઝડપી પાડ્યું બાળકો વેચવાનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

 

Published On - 7:34 pm, Fri, 20 August 21

Next Article