Aryan khan Drugs Case: મુંબઈ ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાને મુંબઈ સેશન કોર્ટમાં દાખલ કરી જામીન અરજી, સોમવારે સુનાવણી

|

Oct 10, 2021 | 8:08 AM

મુંબઈ કોર્ટે આર્યનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશે કહ્યું હતું કે આ સુનાવણી અમારી સમક્ષ યોગ્ય નથી

Aryan khan Drugs Case: મુંબઈ ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાને મુંબઈ સેશન કોર્ટમાં દાખલ કરી જામીન અરજી, સોમવારે સુનાવણી
Aryan Khan Drugs Case

Follow us on

Aryan khan Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને કોર્ટ દ્વારા 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને હવે તે આર્થર રોડ જેલ (Arthur Road Jail) માં બંધ છે. આર્યનની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવી હતી. હવે આર્યનના વકીલે મુંબઈ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી દાખલ કરી છે.

આર્યનની જામીન અરજી પર સોમવારે મુંબઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. NCB ને જામીન સુનાવણી અંગે નોટિસ પણ મળી છે. શનિવારે મુંબઈ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ બંધ થવાના કારણે આર્યને શનિવાર અને રવિવાર જેલમાં વિતાવવા પડશે.

જજે કહી હતી આ વાત
મુંબઈ કોર્ટે આર્યનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશે કહ્યું હતું કે આ સુનાવણી અમારી સમક્ષ યોગ્ય નથી, તેથી હું તેને રદ કરું છું. આ બેલની સાચી પદ્ધતિ નથી. જામીન આપવાનો સાચો રસ્તો NDPS સ્પેશિયલ કોર્ટ છે. આ કોર્ટમાંથી જામીન ન્યાયી નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શાહરુખના ડ્રાઈવરની પૂછપરછ
NCBએ શાહરૂખ ખાનના ડ્રાઈવરને બોલાવીને પૂછપરછ માટે બોલાવ્યો હતા. શાહરુખનો આ જ ડ્રાઈવર ક્રૂઝ પાર્ટીમાં જવા માટે આર્યનને છોડવા ગયો હતો.

આર્યન આર્થર રોડ જેલમાં છે
કોર્ટે આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જે બાદ તેને આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો છે. અત્યારે આર્યન અને અરબાઝને મર્ચન્ટ ક્વોરેન્ટાઇન સેલમાં રાખવામાં આવ્યા છે. તેમને 3-5 દિવસ માટે ક્વોરેન્ટાઇન સેલમાં રાખવામાં આવ્યા છે. આ સમયગાળો પૂરો થયા બાદ તેને બાકીના કેદીઓ સાથે રાખવામાં આવશે. જ્યારે મુનમુન ધામેચાને ભાયખલા જેલમાં લઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર દરોડા દરમિયાન આર્યન ખાનને NCB દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ ક્રૂઝ પર મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ આર્યનની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન સાથે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Uttarakhand Task Force: નકલી યુનિફોર્મ અને આઈડી કાર્ડ સાથે બનાવટી આર્મી લેફ્ટનન્ટની ધરપકડ, ટાસ્ક ફોર્સે લેપટોપમાંથી ઘણા મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા

આ પણ વાંચો: China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી

Next Article