કોમ્પ્યુટર હેક કરી 820 વિદ્યાર્થીઓની મદદ કરી, CBI એ કોર્ટને જણાવી રશિયન હેકરની કરતુત

|

Oct 05, 2022 | 12:01 PM

ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માત્ર પસંદગીના કેન્દ્રો પર જ લેવામાં આવે છે. આ માટે અલગ કોમ્પ્યુટર આપવામાં આવે છે.

કોમ્પ્યુટર હેક કરી 820 વિદ્યાર્થીઓની મદદ કરી, CBI એ કોર્ટને જણાવી રશિયન હેકરની કરતુત
CBI
Image Credit source: File photo

Follow us on

સીબીઆઈ (CBI)એ ગત્ત વર્ષે આઈઆઈટી જેઈઈ મેઈન પરીક્ષામાં છેડછાડના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું છે કે, આરોપી એક પ્રોફેશનલ હેકર છે અને તપાસમાં સહકાર આપી રહ્યો નથી. કોર્ટે આરોપીને બે દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. સીબીઆઈએ સોમવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport) પરથી રશિયન નાગરિક મિખાઈલ શાર્ગિનની ધરપકડ કરી હતી.

સીબીઆઈએ દિલ્હીની એક અદાલતમાં જણાવ્યું કે, રશિયન હેકર મિખાઈલ શાર્ગિને ગત્ત વર્ષે તેણે IIT જેવી ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોની પ્રવેશ પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. તેમણે કહ્યું કે હેકરે ઓનલાઈન સિસ્ટમમાં છેડછાડ કરીને 820 વિદ્યાર્થીઓને ફાયદો કરાવ્યો હતો. જે બાદ કોર્ટે તેને બે દિવસની કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીબીઆઈએ આ પરીક્ષામાં કથિત ચેડા કરવા બદલ મુખ્ય હેકર હોવાની શંકા ધરાવતા મિખાઈલ શાર્ગિન સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતુ.

અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરાઈ

ગત્ત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષામાં બેઠા હતા. આ પરિક્ષા માત્ર અમુક પસંદગીના સેન્ટર પર લેવામાં આવે છે. હેકર મિખાઈલે સિસ્ટમ હેક કરી હતી. જેથી વિદ્યાર્થીઓ તેમના સાથીદારોને રિમોટ એક્સેસ આપી શકે. આ પછી તેમના પ્રશ્નપત્રો અન્ય કેટલાક નિષ્ણાતો દ્વારા ઉકેલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ઈમિગ્રેશન બ્યુરોએ CBIને એલર્ટ કર્યું

રશિયન નાગરિક શાર્ગિન કઝાકિસ્તાનના અલ્માટીથી આઈજીઆઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ઈમિગ્રેશન બ્યુરોએ સીબીઆઈને ચેતવણી આપી હતી એવું અધિકારીઓએ જણાવ્યું હતું. સીબીઆઈ પૂરી તૈયારી સાથે એરપોર્ટ પહોંચી અને ત્યાં જ ધરપકડ થઈ હતી. સીબીઆઈએ કહ્યું, તપાસ દરમિયાન તે બહાર આવ્યું છે કે કેટલાક વિદેશી નાગરિકો JEE (મેઈન) સહિતની ઘણી ઓનલાઈન પરીક્ષાઓમાં હેરાફેરીમાં સામેલ હતા. આ કેસમાં તેની મુલાકાત અન્ય આરોપીઓ સાથે થઈ હતી.

એજન્સીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એફિનિટી એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ત્રણ ડિરેક્ટર્સ – સિદ્ધાર્થ કૃષ્ણા, વિશ્વંભર મણિ ત્રિપાઠી અને ગોવિંદ વાર્શ્નેય વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અન્ય કેટલાક લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે ત્રણેય નિર્દેશકો અન્ય સહયોગીઓ અને ટાઉટ સાથે કાવતરું કરીને JEE (મેઈન)ની ઓનલાઈન પરીક્ષામાં છેડછાડ કરી રહ્યા હતા અને ઉમેદવારો પાસેથી તેમને દેશની ટોચની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં પ્રવેશ અપાવવા માટે મોટી રકમ લેતા હતા.

Next Article