Aravalli: પિતા થયો ત્રણ સંતાનનો હત્યારો, એક બાદ એક ત્રણ બાળકોને પાણી ડૂબાડી હત્યા કરી દીધી, આ પહેલા પત્નિની હત્યાનો પ્રયાસ કર્યો હતો

|

Sep 06, 2021 | 7:05 AM

નજીકમાં જ રહેલા વૈડી જળાશય (Vaidi Dame)ના પાણીમાં તેણે એક પુત્ર અને બે પુત્રીઓ સહિત ત્રણેયને પાણીમાં નાંખી દિધા હતા. જેમાં તે ડુબી જતા મોતને ભેટ્યા હતા.

Aravalli: પિતા થયો ત્રણ સંતાનનો હત્યારો, એક બાદ એક ત્રણ બાળકોને પાણી ડૂબાડી હત્યા કરી દીધી, આ પહેલા પત્નિની હત્યાનો પ્રયાસ કર્યો હતો
Isari PoliceStation

Follow us on

અરવલ્લી (Aravalli) ના મેઘરજ તાલુકાના રમાડ ગામનો આ બનાવ કાળજાને હચમચાવી નાંખનાર છે. શંકાશીલ સ્વભાવના પિતાએ પોતાના જ ત્રણ બાળકોને પાણીમાં ફેંકી દઇ મોત નિપજાવી હત્યા કરી દીધી છે. પત્નિની હત્યા કરીને પોતે પણ હત્યા કરવાનો પ્રયાસ કરતા હત્યારા પિતાને સારવાર અર્થે ખસેડાયો છે. જ્યારે તેની પત્નિ કુહાડીના ઘાને લઇ હિંમતનગર (Himmatnagar) સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

આ ઘટના સાંભળીને હ્રદયમાં કંપારી છુટી જશે. કોઇ પિતા તેના વ્હાલસોયાની કેવી રીતે હત્યા કરી શકે. પરંતુ આ હત્યારા પિતાએ એક નહી ત્રણ ત્રણ સંતાનોની હત્યા કરી દીધી છે. વાત છે, મેઘરજ તાલુકાના રમાડ ગામની. ગામના જીવાભાઇ કચરાભાઇ ડેંડૂણને પોતાની પત્નિ પર શંકા હતી. જે શંકાની સજા તેણે પોતાના ત્રણેય સંતાનો આપી છે.

શંકાશીલ સ્વભાવના જીવાભાઇ એ તેની પત્નિને કુહાડીના ઘા માર્યા હતાં. માંથામાં કુહાડીના ઘા મારવાથી તેની પત્ની બેભાન જેવી અવસ્થામાં હતી. તેના મનમાં એમ કે પત્નિનુ મોત નિપજી ચુક્યુ છે. ત્યાર બાદ નજીકમાં જ રહેલા વૈડી જળાશયના પાણીમાં તેણે એક પુત્ર અને બે પુત્રીઓ સહિત ત્રણેયને પાણીમાં નાંખી દિધા હતા. જેમાં તે ડુબી જતા મોતને ભેટ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હત્યારા એ પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પત્નિની હત્યાનો પ્રયાસ અને ત્રણ સંતાનોની હત્યા બાદ કચરા ડેડૂણે જાતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે પણ પાણીમાં ડૂબ્યો હતો. પરંતુ સ્થાનિકોએ કોલાહલથી દોડી આવતા તેને બહાર કાઢયો હતો. જેમાં તે જીવતો મળ્યો હતો અને બાકીના બાળકોને બહાર કાઢતા તે મૃત હોવાનુ જણાયુ હતુ. જીવા ડેડૂણને સારવાર હેઠળ મોડાસા ખાતે ખસેડાયો હતો.

જીવાભાઈ કચરાભાઈ ડેંડુણ પત્ની જીવીબેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો. વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. જીવા એ પત્ની સાથે ઝગડો કરી માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ઇસરી પોલીસે ત્રણે મૃતક બાળકોના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

DySP ની દેખરેખ હેઠળ તપાસ

એસસી એસટી સેલના ડીવાયએસપી વિશાલ રબારી એ કહ્યુ હતુ, આ અંગેની ફરીયાદ અમે નોંધી છે. એક બાળક 9 વર્ષ બીજુ 7 વર્ષ અને ત્રીજુ 2 વર્ષનુ હતુ. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આરોપી હાલમાં સારવાર હેઠળ છે. જે સારવાર બાદ તેની ધરપકડ કરાશે.

મેઘરજના ઇસરી પોલીસે ઘટનનાને લઇ આરોપી હત્યારા પિતા સામે ત્રણ હત્યા અને એક હત્યાની પ્રયાસનો ગુન્હો દર્જ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપી જીવા ડેડૂણના સાજા થવાની રાહ જોઇ રહી છે. તે સાજો થતા જ તેની ધરપકડ કરી લેવાશે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

 

Next Article