અંકલેશ્વરમાં ધોળા દિવસે ૩ કરોડ ઉપરાંતની લૂંટ, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

|

Nov 09, 2020 | 2:13 PM

અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ધોળે દિવસે લુટથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગોલ્ડલોન આપતી આઈ.આઈ.એફ.એલ.ની ઓફિસમાં હથિયારની અણીએ લુટ ચલાવાઈ હોવાનું બહાર આવ્યું છે. કારમાં આવેલ ચાર લુટારુઓ લુટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ તરફ લુટારુઓના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.લૂંટની રકમ ૩ કરોડને પર જવાનો […]

અંકલેશ્વરમાં ધોળા દિવસે ૩ કરોડ ઉપરાંતની લૂંટ, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

Follow us on

અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ધોળે દિવસે લુટથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગોલ્ડલોન આપતી આઈ.આઈ.એફ.એલ.ની ઓફિસમાં હથિયારની અણીએ લુટ ચલાવાઈ હોવાનું બહાર આવ્યું છે. કારમાં આવેલ ચાર લુટારુઓ લુટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ તરફ લુટારુઓના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.લૂંટની રકમ ૩ કરોડને પર જવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અંકલેશ્વરમાં કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લુટ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ગોલ્ડ લોન આપતી આઈ.આઈ.એફ.એલ.કંપનીની ઓફીસ આવેલી છે.આજે સવારના સમયે કંપનીના કર્મચારીઓએ નિયત સમય મુજબ ઓફીસ ખોલી હતી અને અંદર જઈ કામગીરી શરુ કરી હતી.આ દરમ્યાન કારમાં આવેલા ચાર લુટારુઓ મોઢા પર માસ્ક પહેરી અંદર પ્રવેશે છે અને અંદરથી કોરોડો રૂપિયાના દાગીનાની લુટ ચલાવી ફરાર થઈ જાય છે

ગોલ્ડ લોન આપતી સંસ્થામાં કરોડો રૂપિયાના દાગીનાની લુટના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં ચાર લુટારુઓ ઓફિસમાં પ્રવેશ કરે છે અને ઓફિસમાં હથિયાર તેમજ ચપ્પુની અણીએ લુટ ચલાવે છે એ સહિતના દ્રશ્યો કેદ થયા છે.આઈ.આઈ .એફ.એલ.કંપનીમાં લુટ કરવા આવેલા લુટારુઓ પાસે હથિયાર હોવાનું પણ બહાર આવ્યું છે.ચાર પેકી એક લુટારુ અંદર રહેલા કર્મચારીઓને હથિયાર બતાવી લુટ ચલાવે છે તો અન્ય એક લુટારુ પાસે ચપ્પુ સહિતના તિક્ષણ હથિયાર હોવાનું પણ બહાર આવ્યું છેઅંકલેશ્વરમાં કરોડના દાગીનાની લુટના પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો તો આ તરફ એલ.સી.બી. એસ.ઓ.જી સહિત શહેર પોલીસ મથકની ટીમ પણ લુટારુઓનું પગેરું મેળવવા કામે લાગી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:09 pm, Mon, 9 November 20

Next Article