Anand: મહીસાગર નદીકિનારે આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9 યુવક અને 4 યુવતી ઝડપ્યા, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

|

May 12, 2021 | 7:27 PM

રાત્રિ દરમિયાન મહિલા ડાન્સરો સાથે વિદેશી દારૂની મહેફિલ માણતા 9 શખ્શો અને 4 મહિલાઓ મળી કુલ 13 આરોપીઓનો નશો પોલીસની રેડના કારણે ઉતરી જવા પામ્યો છે.

Anand: મહીસાગર નદીકિનારે આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9 યુવક અને 4 યુવતી ઝડપ્યા, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Follow us on

રાજ્યમાં રાત્રી કર્ફ્યું અમલમાં હોવાથી હવે કેટલાક તત્વો ગામડાઓના ફાર્મ હાઉસોમાં દારૂની મહેફીલો ઉડાવી રહ્યા છે, જેમાં આણંદ જીલ્લાના કાંઠા ગારાના ગામો દારૂડિયાઓ માટે પાર્ટી કરવા માટેનું છેલ્લા ઘણા સમયથી ઉત્તમ સ્થળ બની ગયું છે જોકે પોલીસની સતર્કતાના કારણે રાત્રિ દરમિયાન મહિલા ડાન્સરો સાથે વિદેશી દારૂની મહેફિલ માણતા 9 શખ્શો અને 4 મહિલાઓ મળી કુલ 13 આરોપીઓનો નશો પોલીસની રેડના કારણે ઉતરી જવા પામ્યો છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આણંદ જીલ્લાના આંકલાવ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલું મોટી સંખ્યાડ ગામ મહીસાગર કિનારે આવેલા આ ગ્રામ્ય વિસ્તારના મોટા પ્રમાણમાં પ્રાઈવેટ ફાર્મ હાઉસો આવેલા છે, જ્યાં અવાર નવાર દારૂની મહેફિલ લોકો માણતા હોય છે, ગઈકાલે રાત્રિના સમયે રોયલ ફાર્મ હાઉસમાં દિલ્હી, મધ્યપ્રદેશ અને અમદાવાદના મળી કુલ 9 યુવકો અને 4 મહિલા ડાન્સરો ફાર્મ હાઉસમાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના એક રૂમમાં દારૂની મહેફિલ અને બાદમાં ડીજેના તાલે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

જોકે સમગ્ર મામલાની પોલીસને જાણ થઈ જતા આંકલાવ પોલીસે રેડ કરી 13 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આર એલ સોલંકી (dysp ,પેટલાદ વિભાગ ) આંકલાવ પોલીસે રેડ દરમિયાન પાર્ટીના આયોજનના સરસામાન જેમાં વિદેશી દારૂ તથા મોબાઇલ નંગ-12 તથા 2 કાર તથા બાઈક -1 સાઉન્ડ સીસ્ટમ-1 મળી કુલ રૂ 20,03,300નો મુદામાલ જપ્ત કર્યો છે. જેઓના વિરૂદ્ધમાં પ્રોહીબિશન એકટ કલમ 66(1)બી. 65એ.એ. 81,83, 116(ખ). 75 એ તથા ઈ.પી.કો કલમ 188, 269 અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 બી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 

 

પકડાયેલા આરોપીઓના નામ

(1) વિજયકુમાર રિશબકુમાર શર્મા – દિલ્હી

(2) સમીર સુરેશપ્રસાદ તિવારી -જબલપુર મ.પ્ર

(3) પ્રમોદ શંકરલાલ રાજપુત -જબલપુર મધ્યપ્રદેશ

(4) પરીતોષ સંતોષકુમાર વર્મા નરસિંહપુરા-મધ્ય પ્રદેશ

(5) શીશીર સુરેશપ્રસાદ તિવારી અધારતાલ- મધ્યપ્રદેશ

(6) રાજેશભાઈ સામંતભાઈ પઢિયાર -ચમારા તા- આંકલાવ

(7) ખેમરાજ સુરજદીન સોની -ઓઢવ અમદાવાદ

(8) રાકેશ રવિકાન્ત સ્થાપક – સિધ્ધાર્થ એન્કલેવ, નવી દિલ્હી

(9) પુનમભાઈ અંબાલાલ સોલંકી -મોટી સંખ્યાડ- આંકલાવ

(10) મોનીકા નરેશભાઈ શર્મા

(11) હેતલ મનુભાઈ પરમાર

(12) સોનલબેન રામભાઈ દાતી

(13) સીમાબેન રાજેશભાઈ તુલસીદાસ

 

Next Article