અમેરિકા: ઘરની અંદર મૃત હાલતમાં હતું ભારતીય દંપતી, બાલ્કનીમાં રડતી રહી 4 વર્ષની દીકરી

|

Apr 09, 2021 | 10:59 AM

અમેરિકામાં દિલ દ્રવી ઉઠે એવી ઘટના સામે આવી છે. મૂળ ભારતીય દંપતીની લાશ તેમના ઘરમાં મળી આવી. માહિતી અનુસાર પત્ની સગર્ભા હતી, જ્યારે 4 વર્ષની અન્ય બાળકી પણ હતી.

અમેરિકા: ઘરની અંદર મૃત હાલતમાં હતું ભારતીય દંપતી, બાલ્કનીમાં રડતી રહી 4 વર્ષની દીકરી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

યુ.એસ. માં ડીલ દ્રવી ઉઠે એવી ઘટના બની છે. એક ભારતીય દંપતીની લાશ તેમના ઘરેથી મળી આવી છે. બંનેની મોતની જાણકારી ત્યારે મળી જ્યારે તેમની ચાર વર્ષની પુત્રી બાલ્કનીમાં એકલી રડતી જોવા મળી હતી. આ બાદ પડોશીઓએ પહેલ કરી હતી અને જ્યારે ઘર ખોલ્યું ત્યારે બંનેના મૃતદેહ દેખાયા હતા. કેટલાક યુ.એસ. મીડિયાએ કહ્યું છે કે ઉત્તર આર્લિંગ્ટન એપાર્ટમેન્ટમાં છરીના ઘા ઝીંકી દેતા દંપતીનું મોત નીપજ્યું છે. આ હત્યા છે કે આત્મહત્યા, તેનો ખુલાસો હજુ સુધી થયો નથી.

એક અમેરિકન મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે પતિએ તેની પત્નીના પેટમાં છરી મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંધ રૂમમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ન્યુ જર્સીના ઉત્તર આર્લિંગ્ટન બોરોના રિવરવ્યુ ગાર્ડન્સ સંકુલમાં બાલાજી ભારત રુદ્રાવર (32) અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર (30) ની લાશ 21 ગાર્ડન ટેરેસ એપાર્ટમેન્ટમાં મળી આવી હતી. આ સંકુલમાં 15,000 થી વધુ લોકો રહે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બાલાજીના પિતા ભારત રુદ્રાવારે સમાચાર એજન્સી પીટીઆઈને જાણાવ્યું હતું કે, “બુધવારે પડોશીઓએ બાળકીને બાલ્કનીમાં રડતી જોઈ હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવી ત્યારે ઘર ખોલ્યું હતું. બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.” અહેવાલમાં જણાવાયું છે કે મોતનું કારણ અને પરિસ્થતિ જાણવા માટે અધિકારીઓ મેડીકલ રીપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જો કે ચાકુ મારવાની વાતની પૃષ્ટિ થઇ ગઈ છે.

મૃતકના પિતાએ કહ્યું, “સ્થાનિક પોલીસે ગુરુવારે મને તેની જાણ કરી. મૃત્યુનાં કારણ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. યુએસ પોલીસે કહ્યું કે તેઓ શબપરીક્ષણના અહેવાલના તારણો શેર કરશે.” તેમણે કહ્યું, “મારી વહુ સાત મહિનાની ગર્ભવતી હતી. અમે તેના ઘરે ગયા હતા. અમે તેમની સાથે રહેવા માટે ફરી વાર અમેરિકા જવાનું વિચારી રહ્યા હતા.”

તેમણે કહ્યું, “આની પાછળના કોઈ સંભવિત હેતુ વિશે મને ખબર નથી. બંને ખુશખુશીથી જીવી રહ્યા હતા. તેમના પડોશીઓ પણ ઘણા સારા હતા.” મૃતકના પિતાએ કહ્યું, “મને અમેરિકન અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે જરૂરી ઔપચારિકતાઓ પછી મૃતદેહોને ભારત પહોંચવામાં આવશે. તેમાં હજુ ઓછામાં ઓછા 8 થી 10 દિવસનો સમય લાગશે.”

તેણે કહ્યું, “મારી પૌત્રી હવે મારા પુત્રના મિત્ર સાથે છે. સ્થાનિક ભારતીય સમુદાયમાં તેના ઘણા મિત્રો હતા, જે ન્યૂ જર્સીમાં 60 ટકા વસ્તી ધરાવે છે.”

 

આ પણ વાંચો: West Bengal Election: ભાષણમાં કોમી સ્વરને લઈને ફસાયા ભાજપ નેતા, સુવેન્દુ અધિકારીને EC એ ફટકારી નોટીસ

આ પણ વાંચો: Corona Vaccine: કોરોના સામેનું યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? ભારત પાસે સ્ટોકમાં માત્ર આટલા દિવસની વેક્સિન

Next Article