
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ગુજરાતમાં અલ-કાયદાના એક સક્રિય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 84 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માહિતી એકત્ર કરવામાં આવી છે, જે આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. આતંકવાદી નેટવર્કની તપાસ દરમિયાન, ATSએ શમા પરવીન અને મોહમ્મદ ફૈક નામના બે વ્યક્તિઓને ઓળખ્યા છે, જેમના પાકિસ્તાન સાથેના સંબંધોની તપાસ ચાલી રહી છે. તપાસમાં ખુલાસો થયો છે કે શમા પરવીન અને મોહમ્મદ ફૈક એક જ વ્યક્તિ કે અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આતંકવાદીઓ એકબીજા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા, પરંતુ શમા પરવીનના કેટલાક સ્થાનિક સંપર્કો પણ હોવાની શંકા છે. પહેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે બે થી ત્રણ વધુ શંકાસ્પદો ATSના રડાર પર છે.
આતંકવાદીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઓનલાઈન ગતિવિધિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે ATSએ એક ટેકનિકલ ટીમ બનાવી છે. આ ટીમ સોશિલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી એકત્ર કરી રહી છે, જેમાં ગ્રુપ્સ, ફોલોઅર્સ અને અન્ય સંબંધિત ડેટાનો સમાવેશ થાય છે. શમા પરવીનની પૂછતાછમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ ગુજરાતની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સફળતા છે.
મહત્વનું છે કે ગુજરાત ATSએ ઝડપેલી મહિલા આતંકીની તપાસમાં મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. ઝડપાયેલ મહિલા આતંકી મૂળ ઝારખંડની વતની હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલી આતંકી શમા પરવીન અલકાયદા ગ્રુપની માસ્ટરમાઈન્ડ હોવાની વિગતો સામે આવી છે. શમા AQIS આતંકી સંગઠનના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં હતી અને શમા સંપૂર્ણ કટ્ટરવાદી વિચારધારા ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે.
પોતાની ધરપકડ બાદ શમા પરવીને કહ્યું કે, “આ પણ મારું જેહાદ” છે.. શમા પાકિસ્તાન, આર્મેનિયા સહિતના દેશના સંગઠનોના સીધા સંપર્કમાં હતી.. તો પાકિસ્તાની નંબરો પર લાંબી વાતચીતો કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.