AHMEDABAD : દગાબાજ પતિ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ, લગ્ન બાદ ફુટયો પતિનો ભાંડો

|

May 15, 2021 | 6:04 PM

AHMEDABAD : પતિ-પત્નીના સંબંધને સાત જન્મો સુધીના સંબંધ માનવામાં આવે છે. એક પત્ની હજારો સપના સાથે લગ્ન જીવન પ્રભુતા પગલા પાડતી હોય છે. આવી જ રીતે અમદાવાદની એક પરિણીતાએ પણ હજારો સપના સાથે ઘરસંસાર માડ્યુ હતુ.

AHMEDABAD : દગાબાજ પતિ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ, લગ્ન બાદ ફુટયો પતિનો ભાંડો
દગાબાજ પતિ

Follow us on

AHMEDABAD : પતિ-પત્નીના સંબંધને સાત જન્મો સુધીના સંબંધ માનવામાં આવે છે. એક પત્ની હજારો સપના સાથે લગ્ન જીવન પ્રભુતા પગલા પાડતી હોય છે. આવી જ રીતે અમદાવાદની એક પરિણીતાએ પણ હજારો સપના સાથે ઘરસંસાર માડ્યુ હતુ. પણ પત્નીને ક્યાં ખબર હતી કે જે પતિને પરમેશ્વર માનતી હતી તે જ પતિ નીકળશે દગાબાજ.

કોણ છે આ દગાબાજ પતિ

પાલડીમાં રહેતી અને એમ.ફાર્મ સુધી અભ્યાસ કરેલ યુવતીના વર્ષ 2015માં મેટ્રોમોની વેબ સાઈટ પરથી સેટેલાઇટ કોમ્પલેક્ષમાં રહેતા ભાર્ગવ બકુલચંદ્ર ગાંધી સાથે સંપર્ક થયો હતો. અને બાદમાં રિતરીવાજથી બન્નેના લગ્ન કર્યા હતા. લગ્નના 15 દિવસ બાદ સાસરિયા હકકિત બહાર આવી અને યુવતીને સસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એટલું જ નહીં લગ્ન પહેલા પતિ ભાર્ગવ ગાંધી મોટા મોટા સપના બતાવ્યા કે બોપલ ખાતે બગ્લો બતાવીને કહ્યું હતું કે લગ્ન પછી ત્યાં રહેવા જતા રહીશું પરતું લગ્ન થયા પછી ત્યાં ન લઈ ગયો. પણ યુવતી ખાનગી ન્યુઝ ચેનલમાં એન્કર તરીકે નોકરી કરતી હતી તે પણ પતિએ દબાણ કરાવી બંધ કરાવી દીધી હતી.

પતિ ભાર્ગવ ગાંધી હરિદ્વારમાં ટેલેન્ટ હેલ્થ કેર ફાર્માસ્યુટિકલ કંપની અને અમદાવાદમાં પ્રોમીનેન્સ હેલ્થ કેર ફાર્મસ્યુટિકલ કંપનીમાં ડીરેક્ટર છે. જેથી પત્નીને હરિદ્વારની કંપનીમાં સારો પગાર આપવાનું કહી પતિ ભાર્ગવ એક વર્ષ માટે હરિદ્વાર લઈ ગયો હતો. ત્યાં પતિએ પત્નીને કંપનીમાં નોકરી માટે રાખી દીધી. ત્યારે ખબર પડી કે પતિ ભાર્ગવ ભાગીદાર વર્કર ડિરેક્ટર છે.

પરંતુ પત્ની છ મહિના સુધી કંપનીમાં નોકરી કરી પણ કોઈ આર્થિક મદદ ન કરી અને પત્નીએ પતિ ભાર્ગવને પગારનું પૂછતાં કહી દીધું કે નોકરી ના આવતી પગાર નહિ મળે. ત્યાર બાદ નોકરી મૂકી દેતા પરણિત યુવતીને પતિ ભાર્ગવ અને સસરા બકુલચંદ્ર ગાંધી દ્વારા હેરાન કરવાનું શરૂ કર્યું હોવાનું પરણિત યુવતીએ આક્ષેપ કર્યો છે.

જો કે ઘરના એક રૂમમાં પુરી રાખતા હતા અને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. જે આધારે પાલડી પોલીસે પતિ ભાગર્વ ગાંધી,સસરા બકુલચંદ્ર, સાસુ મધુબેન,નણંદ નિકિતા ગાંધી સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નણંદ નિકિતા તેના પતિ ઘર જમાઈ તરીકે રાખી પરણિત યુવતીને હેરાન કરતા હતા.

પરણિત યુવતીએ આક્ષેપ કર્યા છે કે હરિદ્વાર એક વર્ષ માટે કહીને લઈ ગયા બાદ પણ 3 વર્ષ માટે રહી હતી જે બાદ લગ્ન પહેલા રહેવા માટેનો જે બગ્લો બતાવ્યો હતો તે બારોબાર વેચી દીધો અને કરિયાવરનો સામાન પણ જાણ બહાર વેચી દીધો હતો.

બીજી બાજુ સાસરિયા દ્વારા દહેજની માગણી કરતા હતા જેથી સાસરિયા ત્રાસ આપતા યુવતી પોતાના પિયર આવી ગઈ. પરણિત યુવતીને પોતાનો ઘર સંસાર ન બગડે તે માટે અઢી વર્ષથી સમાધાન કરવાના અનેક પ્રયાસ કર્યા. પરંતુ સાસરિયા દ્વારા સમાધાન કરવા તૈયાર ન હોવાથી યુવતીએ પોલીસ મદદ મેળવી ન્યાયની માંગણી કરી છે.

Published On - 6:04 pm, Sat, 15 May 21

Next Article