Ahmedabad: લોકલ ક્રાઇમ બ્રાંચે ટુ વ્હીલર ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, ચાર આરોપીની ધરપકડ કરી 13 બાઇક કર્યા રિકવર

|

Jul 26, 2021 | 6:32 PM

અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાઈક ચોરી કરતી ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. સાથે જ 13 વાહન ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે.

Ahmedabad: લોકલ ક્રાઇમ બ્રાંચે ટુ વ્હીલર ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, ચાર આરોપીની ધરપકડ કરી 13 બાઇક કર્યા રિકવર

Follow us on

Ahmedabad: કહેવાય છે કે, મોજશોખ એટલા જ રાખવા જોઇએ કે જેટલા તમે પૂરા કરી શકો. પણ અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચ ના હાથમાં ઝડપાયેલી બાઇકચોર ગેંગના સપના બેફામ મોજશોખ કરવાના હતા. અને તે જ મોજશોખની આદતો તેમને બનાવી દીધા અપરાધી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ફોટોમાં દેખાઈ રહેલા આરોપી એકટીવા ચોરી કરવામાં માહેર છે. છેલ્લા ઘણા વર્ષોથી પોતાના મોજશોખ પૂરા કરવા માટે આરોપીઓ એકટીવા ચોરી કરતા હતા અને બાદમાં ધોળકા પાસે બે રીસીવર ને વેચી નાખતા હતા. આ ઘટનાની જાણ અમદાવાદ એલસીબી થતા પોલીસે વોચ ગોઠવી બાઈક ચોરી કરતી ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. સાથે જ 13 વાહન ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે.

સંખ્યાબંધ બાઈક ચોરી કરીને મોજશોખ પુરા કરતી આ ગેંગના મુખ્ય સૂત્રધારની વાત કરીએ તો આરોપી માજીદ અને રફીક ચોરી કરવાના માસ્ટરમાઈન્ડ છે. લોક ખુલ્લું હોય તેવી એકટીવા દોરીને આગળ લઈ જવી અને ત્યારબાદ ઇગ્નિશિયનના વાયર જોઈન્ટ કરી બાઇકની ચોરી કરતા હતા. શરૂઆતમાં એક બે બાઈકની ચોરી કરવામાં સફળતા મળતા તેમણે એક પછી એક સંખ્યાબંધ બાઇકની ચોરી કરી. ભેજાબાજ આરોપીઓ અમદાવાદ માંથી ચોરી કરેલી બાઇકો ધોળકામાં રહેતા રીસીવર યાસીન અને અસ્પાકને વેચી રૂપિયા ઉડાવતા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

બાઈક ચોરી કરતી ગેંગ ની કરતુંતો લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી અને વોચ ગોઠવીને ચારેય આરોપીઓને રંગેહાથ ચોરીની બાઇક ખરીદ વેચાણ કરતા ઝડપી પાડયા હતા. પકડાયેલ આ ગેંગના ચારેય આરોપીઓની પૂછપરછમાં ચોરીની 13 વાહનો રિકવર કરાયા છે. પરંતુ આ ભેજાબાજ ટોળકીના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ ખૂલે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે.

 

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

આ પણ વાંચો: Raj Kundra Case: કુંદ્રાએ કાનપુર કનેક્શનથી ડિસ્ટ્રીબ્યુટ કરી 90 અશ્લીલ ફિલ્મો, અહીંયા એક્ટિવ હતું રેકેટ
Next Article