Ahmedabad : વૈભવી બંગલામાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા 2 સગાભાઇ ઝડપાયા,13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

|

Jun 23, 2021 | 3:23 PM

Ahmedabad : અમદાવાદમાં વિદેશી દારૂને લઈને બુટલેગરનો નવો કીમીયો સામે આવ્યો છે. વૈભવી બંગલોમાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા બુટલેગરો ઝડપાયા છે.

Ahmedabad : વૈભવી બંગલામાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા 2 સગાભાઇ ઝડપાયા,13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા 2 સગાભાઇઓ ઝડપાયા

Follow us on

Ahmedabad : અમદાવાદમાં વિદેશી દારૂને (Foreign Liquor) લઈને બુટલેગરનો નવો કીમીયો સામે આવ્યો છે. વૈભવી બંગલોમાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા બુટલેગરો ઝડપાયા છે. સોલા અને વસ્ત્રાપુરમાં વિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના પોશ ગણાતા સોલા વિસ્તારમાં બુટલેગરે પોતાના વૈભવી બંગલાના રસોડામાં ભોંયરૂ બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંધો દારૂનો જથ્થો છુપાવ્યો હતો. સોલા પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળતા સોલા સિવિલ હોસ્પીટલની સામે આવેલા હરીવિલામાં બંગ્લોઝના સી-38 નંબરના બંગલોમા પોલીસે રેડ કરી હતી. ત્યારે બંગલોના માલીક વિનોદભાઈ પટેલ ઉર્ફે વોરા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે તપાસ કરતા પાર્કિગમાં પાર્ક કરેલી કારમાં પાછળની ડેકીમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. એટલુ જ નહિ પોલીસે બુટલેગરના ઘરમાં તપાસ કરતા રસોડામાં ફ્રીઝ ખસેડી જોતા નીચે ભોંયરું મળી આવ્યું હતું. ભોંયરામાં આવવા જવા માટે લોખંડની સીડી પણ મૂકી હતી. જ્યાં જુદી-જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ છુપાવી હતી. સોલા પોલીસે બુટલેગર વિનોદ વોરાની ધરપકડ કરીને 9 લાખના દારૂના જથ્થા સહિત રૂ. 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તો અન્ય બનાવની વાત કરવામાં આવે તો, પોલીસે પોશ વિસ્તાર રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમાં રેડ કરીને રૂ. 4.60 લાખનો વિદેશી દારૂ સાથે અરવિંદ પટેલને ઝડપી લીધો હતો. અરંવિદ પટેલ અને સોલામાં પકડાયેલ વિનોદ પટેલ બન્ને સગા ભાઈઓ છે. બંને ભાઈઓ શાહપુરમા રહેતા હતા.

દારૂનો ધંધો કરવા પોશ વિસ્તારમાં મકાન ખરીદ્યું હતું. વિનોદએ દારૂનો જથ્થો છુપાવવા ભોયરૂ બનાવ્યુ હતુ. દારૂના વેચાણની સાથે વિનોદ જમીન દલાલનો ધંધો કરતો હતો. જેથી પોલીસને શંકા પડે નહિ. જયારે તેના ભાઈએ દારૂની સાથે અન્ય વેપાર શરૂ કર્યો હતો. હાઈપ્રોફાઈલ સ્ટાઈલથી દારૂના ધંધો કરતા આ બુટલેગરનો ભાંડો ફુટતા પોલીસે ઝડપી લીધા છે.

બુટેલગર ભાઈઓ બ્રાન્ડેડ દારૂનો જથ્થો રાજસ્થાનથી બસમાં પાર્સલથી મંગાવતા હતા. છેલ્લા બે વર્ષથી આ બુટલેગરો વૈભવી લાઈફ સ્ટાઈલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનુ ખુલ્યું છે. હાલમાં પોલીસે આ બન્ને ભાઈઓની ધરપકડ કરીને તેઓ દારૂનું વેચાણ ક્યાં કરતા હતા અને કોણ અન્ય વ્યકિત સંડોવાયેલા છે જેને લઈને પુછપરછ શરૂ કરી છે.

Next Article