Ahmedabad : ચાંદખેડામાં બે જવેલર્સની દુકાનમાં ચોરી કરનાર શખ્સો ઝડપાયા, આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી

|

Dec 03, 2021 | 6:27 PM

ચાંદખેડા વિસ્તારમાં એક જ અઠવાડિયામાં એકસરખી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ ધરપકડ કરી છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસએ હિતેષ પરમાર, હિતેષ પારેગી અને ભરતસિંહ રાઠોડની ધરપકડ કરી છે.

Ahmedabad : ચાંદખેડામાં બે જવેલર્સની દુકાનમાં ચોરી કરનાર શખ્સો ઝડપાયા, આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી
અમદાવાદ : ચોર ઝડપાયા

Follow us on

Ahmedabad :  ચાંદખેડામાં બે જવેલર્સમાં ચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓને પકડવામાં આખરે સફળતા મળી છે. જોકે આરોપીઓએ ચોરી કરવા માટે યુ-ટ્યુબ પર વીડિયો જોઇને જરૂરી સાધન સામગ્રી ખરીદી અને બાદમાં ચોરીના બનાવને અંજામ આપ્યો. હાલમાં પોલીસએ આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક જ અઠવાડિયામાં એકસરખી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ ધરપકડ કરી છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસએ હિતેષ પરમાર, હિતેષ પારેગી અને ભરતસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓએ 24 મી નવેમ્બરએ આઇ.ઓ.સી રોડ પર આવેલ રાજ જવેલર્સમાંથી આશરે 20 લાખની રકમના દાગીના અને 1.35 લાખ રોકડા જ્યારે 2 ડિસેમ્બરએ ગજાનંદ જ્વેલર્સમાંથી 6.50 લાખના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જોકે ક્રાઇમ બ્રાંચે આરોપી ધરપકડ કરતા નવો યુટર્ન આવ્યો કે રાજ જવેલર્સમાં કોઈ સોના દાગીના આરોપી ચોર્યા ન હતા છતાં પણ ખોટી ફરિયાદ લખાવી. આરોપી હિતેષ રાજ જવેલર્સ ચોરી કરેલ દાગીના સિમ્બોલ ગૂગલમાં સર્ચ કરતા સામે આવ્યું કે ઇમિટેશન દાગીના છે જેના કારણે બીજીવાર ચોરી કરવાનો પ્લાન બનાવી ગજાનંદ જવેલર્સમાં ચોરીને અંજામ આપ્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે મહત્વની બાબત તો એ છે કે પકડાયેલ આરોપી હિતેષ પરમાર આ ચોરીનો માસ્ટર માઇન્ડ છે. જેણે જે દુકાનમાં ચોરી કરવાની છે તેની બાજુની દુકાનમાંથી દીવાલમાં કેવી રીતે બાકોરું પાડી શકાય તે માટે યુટ્યુબ પર વીડિયો જોતો હતો. અને વિડિયો જોયા બાદ તેણે ગેસ કટ્ટર, સાદું કટર, કોષ, જો કોઈ જ્વેલર્સનું દુકાનમાં તિજોરી હોય તો તેને તોડવા માટે ઇલેક્ટ્રીક કટર ખરીદ્યા હતા.

જે તમામ સાધનો ઉપયોગ કરીને દીવાલમાં બાકોરું પાડીને ચોરીને અંજામ આપતા હતા. જ્યારે રેકી કરવા માટે કોઈપણ જવેલર્સની સામે ઉભા રહેતા અને આ વિસ્તારમાં માણસોની હેરફેર કેટલી થાય છે. તેની માહિતી એકત્રિત કરી રાતના સમયે જવેલર્સની બાજુની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરતા અને દીવાલમાં બાકોરું પાડીને જવેલર્સમાં પ્રવેશ કરતા હતા. આમ એક અઠવાડિયામાં બે જવેલર્સ દુકાન તાળા તૂટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પકડાયેલ આરોપીઓમાંથી હિતેષ પરમાર અને હિતેષ પારેગી અગાઉ બનાસકાંઠામાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. જ્યારે આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કેમ તે અંગે પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 6:25 pm, Fri, 3 December 21

Next Article