Ahmedabad : વૈષ્ણોદેવી મંદિરમાં થઈ ચોરી, તસ્કરોએ ગર્ભગૃહનું તાળું તોડીને 3.86 લાખની ચોરી કરી

|

Sep 19, 2021 | 9:31 AM

અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં ચોરી થઈ છે. જેમાં તસ્કરો ગર્ભગૃહનું તાળું તોડીને 3.86 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા છે

અમદાવાદ(Ahmedabad) ના એસજી હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિર(Vaishno Devi temple )માં ચોરી થઈ છે . જેમાં તસ્કરો ગર્ભગૃહનું તાળું તોડીને 3.86 લાખની ચોરી(Theft) કરીને ફરાર થઈ ગયા છે.જેમાં 500 ગ્રામ વજનનું ચાંદીનું યંત્ર અને પાદુકાનો સમાવેશ થાય છે. આ અંગે  વૈષ્ણોદેવી મંદિરના ટ્રસ્ટી મુકેશ રામલભાયા વર્માએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે .

મંદિરમાં દેખરેખ કરતા પૂર્વેશ વ્યાસનો તેમના પર ફોન આવ્યો હતો. જેણે મંદિરમાં ચોરી થયાનું કહેતા તેઓ મંદિરે પહોંચ્યા હતા. મંદિરે જઈને જોતાં ગર્ભગૃહમાં જવાના દરવાજાનો નકુચો તોડી અજાણ્યો તસ્કર ઘૂસ્યો હતો. તેણે માતાજીની મૂર્તિ આગળ મૂકવામાં આવેલા છ ચાંદીનાં યંત્ર, ચાંદીની પાદુકા, એક ચવર, યજ્ઞ શાળા પાસે રાખવામાં આવેલો પંપ સહિત કુલ રૂ. 3.86 લાખની ચોરી કરી હતી.ચોરી કરનારા તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.. જેના આધારે પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Ganpati Visarjan 2021 Wishes: આજે ગણપતિ વિસર્જન વેળાએ પરિવાર અને મિત્રોને પાઠવો આ શુભ સંદેશ

આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે

Published On - 9:25 am, Sun, 19 September 21

Next Video