Ahmedabad: યુવકે પોતે જ રચ્યું પોતાના અપહરણનું તરકટ, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, જાણો સમગ્ર માલો

|

Dec 31, 2021 | 5:28 PM

Ahmedabad: વિદેશમાં કમાવવા ગયેલા યુવકે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું હોવાની ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ રવિ પંડ્યાનું 27મી તારીખે અપહરણ થયું હોવાની નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી.

Ahmedabad: યુવકે પોતે જ રચ્યું પોતાના અપહરણનું તરકટ, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, જાણો સમગ્ર માલો
યુવકે પોતે જ રચ્યું પોતાના અપહરણનું તરકટ

Follow us on

Ahmedabad: વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું થઈ જતા પોતાના જ અપહરણનું તરકટ રચ્યું હોવાની ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ રવિ પંડ્યાનું 27મી તારીખે અપહરણ થયું હોવાની નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. જે બાદ સ્થાનિક પોલીસથી લઈ ક્રાઇમ બ્રાંચ દોડતી થઈ હતી. કારણકે અપહરણકારો પૈસાની માંગણી કરતા હતા.

જો કે ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા રવિ પંડ્યા જયપુરથી પકડાઈ ગયો હતો. પરતું રવિ પંડ્યા અપહરણ થયું ન હતું. પોતે અપહરણની ખોટી જાહેરાત કરી પોલીસને ગુમરાહ કર્યો હોવાથી રવિ પંડ્યા વિરુદ્ધ ગુનો દાખલ તેની ધરપકડ કરવામાં આવી છે. રવિને 2 લાખનું દેવું થઈ જતા પરિવાર જોડે રૂપિયા મેળવવા માટે અપહરણ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

રવિ પંડ્યા છેલ્લા 9 વર્ષથી આફ્રિકાના તાનઝનિયા રહી કોમોડિટી વસ્તુઓનો વેપાર કરતો હતો. પણ એક વર્ષથી કોરોનાને લઈ વ્યાપારમાં નુક્સાન થયું હતું. જેથી રવિને પરત ભારત આવું હતું પરતું તેની પાસે પૈસા ન હોવાથી પિતાને કહેતા બે લાખ રૂપિયાનું સગવડ કરી જૂન 2021માં અમદાવાદ આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જે બાદ દેવું પૂરું કરી શકતો ન હોવાથી રવિ કંટાળી ગયો હતો જેથી પોતાનું અપહરણ થયું હોવાનું પોતે તરકટ રચી દેવું ભરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં 27મી ડિસેમ્બર ઘરેથી કહ્યું કે, મોબાઇલ નંબર બદલવા જવાનું કહી પોતે અમદાવાદથી જોધપુર, જયપુર, દિલ્હી અને દિલ્હીથી જમ્મુ કશ્મીર પહોંચી ગયો હતો. જ્યાં રવિ પંડ્યાએ બીજા મોબાઇલ નંબર પરથી પત્ની મેસેજ કરી કહ્યું કે, બે લાખ રૂપિયા આપો નહિ તો રવિ પંડ્યાને મારી નાખીશું. આમ કરી મેસેજ કરતા પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી.

અપહરણનું રવિએ નાટક કર્યું હોવાનું પોલીસને પહેલાથી જ શંકા હતી. કારણકે રૂપિયાની જ રીતે માંગણી કરતો મેસેજ હતો જે એક તરકર રચ્યું હોય તેવું હતું. અંતે રવિ પંડ્યાએ દેવું પૂરું કરવાનું રચેલ તરકટ તેને જેલના સળિયા પાછળ લઈ ગયું.

આ પણ વાંચો: ARIIA Rankings 2021: અટલ રેન્કિંગમાં IIT મદ્રાસ આ વર્ષે પણ પ્રથમ સ્થાને, જુઓ ટોપ 10 લિસ્ટ

આ પણ વાંચો: NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો

Published On - 4:58 pm, Fri, 31 December 21

Next Article