AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : સાણંદમાં દોઢ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા પછાળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું

હિતેન્દ્ર અને તેની પત્નીએ ભેગા મળી કોમલને ચામાં ઘેનની ગોળીઓ પીવડાવીને નર્મદા કેનાલમાં ફેંકી દીધેલ. આરોપી દ્વારા સુતરની દોરીથી હાથ પગ બાંધી ને ફેંકી દેવામાં આવેલ.

AHMEDABAD : સાણંદમાં દોઢ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા પછાળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું
Ahmedabad :The murder of a woman in Sanand a year and a half ago has been resolved
Mihir Soni
| Edited By: | Updated on: Sep 14, 2021 | 5:45 PM
Share

AHMEDABAD : અમદાવાદને અડીને આવેલા સાણંદ શહેરમાં દોઢ વર્ષ પહેલા એક મહિલાની હત્યા થઇ હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પતિ-પત્નીની ધરપકડ કરી છે, જો કે સાણંદમાં થયેલી આ મહિલાની હત્યા પાછળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચ ગિરફતમાં આવેલ બંને આરોપીઓ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી ફરાર હતા.આરોપી હિતેન્દ્ર પટેલ અને પુનિતા પટેલ પતિ-પત્ની છે અને આ હત્યાના આરોપ તેમની ઉપર લાગ્યા છે, પરંતુ તે બન્ને હત્યા બાદ ફરાર થઈ ગયા હતા..ફરાર બન્ને આરોપીઓ સાબરમતી વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે બન્નેને પકડી પડ્યા છે.

આરોપી હિતેન્દ્ર અને મરનાર કોમલબેન વચ્ચે પ્રેમ સંબંધ હતો અને જેના કારણે ઘરમાં ઝઘડો થયા બાદ આ બન્ને દંપતીએ હત્યા નો પ્લાન કરી કોમલબેનની હત્યા કરી નાખી હતી.મહત્વ નું છે કે આરોપી હિતેન્દ્ર અને મરનાર વચ્ચે કોમલબેન વચ્ચે પ્રેમ સંબંધ હતો, પણ મરનાર કોમલબેન આરોપી હિતેન્દ્રના સાળાની પત્ની હતી. આમ સમગ્ર મામલે આડસંબંધ અને પરમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો કોમલ અને હિતેન્દ્ર છેલ્લા થોડા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને વર્ષ 2019 માં કોમલ અને હિતેન્દ્ર બાળકોને લઈ ભાગી ગયેલ, પરંતુ 6 મહિના બાદ બન્ને પરત આવી ગયેલ અને હિતેન્દ્ર પોતાની પત્ની સામે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરી બન્ને પરિવાર સાથે અલગ અલગ જગ્યા ભાડે રહેવા જતા રહ્યાં હતાં.પરંતુ કોમલે થોડા સમય બાદથી હિતેન્દ્ર સાથે ઝઘડો કર્યો હતો. જેથી હિતેન્દ્ર અને તેની પત્નીએ ભેગા મળી કોમલને ચામાં ઘેનની ગોળીઓ પીવડાવીને નર્મદા કેનાલ માં ફેંકી દીધેલ. આરોપી દ્વારા સુતરની દોરીથી હાથ પગ બાંધી ને ફેંકી દેવામાં આવેલ.

નોંધનીય છે કે હાલ બન્ને આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે અને ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીઓને સાણંદ પોલિસને સોંપવાની કામગીરી હાથ ધરી રહી છે.જોકે આ ઘટના પાછળ ખરેખર પ્રેમ સંબંધ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : GIR SOMNATH : વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વડોદરા-ડોડીયા ગામ પાણીમાં ડૂબ્યું

g clip-path="url(#clip0_868_265)">