Ahmedabad: સરખેજ વિસ્તારના એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળી આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો

|

Jul 22, 2021 | 8:16 AM

પ્રેમના ચક્કરમાં એક યુવકની હત્યા કરવાનો સરફરાજ મુલ્લા પર આરોપ લાગ્યો છે. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ એસઓજી ક્રાઇમે કડીમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

Ahmedabad: સરખેજ વિસ્તારના એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળી આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો
નર્મદા કેનાલમાંથી નદીમનો મૃતદેહ મળ્યો હતો

Follow us on

Ahmedabad: અમદાવાદના સરખેજ (Sarkhej) વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડી (Kadi) માંથી મળી આવ્યા બાદ હત્યા (Murder) નો ભેદ ઉકેલાયો છે. ગત 18 જુલાઈના રોજ ગુમ નદીમ કુરેશી પોતાની મંગેતરને પહેલા મળ્યો અને બાદમાં હત્યા કરાયેલી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળી આવતા કડી પોલીસે (Kadi Police) હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રેમના ચક્કરમાં એક યુવકની હત્યા કરવાનો સરફરાજ મુલ્લા પર આરોપ લાગ્યો છે. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ એસઓજી (SOG Ahmedabad) ક્રાઇમે કડીમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

બનાવ અંગેની હકિકતની વાત કરીએ તો ગત 18 જુલાઇના રોજ નદીમ કુરેશી પોતાની મંગેતર બિલકીશ બાનુને મળવા માટે અમદાવાદથી કડી ગયો હતો. ત્યારબાદ ઘરે પરત નહીં ફરતા પરિવારે સરખેજ વિસ્તારમાં ગુમ થયા બાબતની જાણવા જોગ નોંધાવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જે અંગે એસઓજીની ટીમે ખાનગી રાહે તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાનું સામે આવ્યુ હતુ. આ દરમિયાન બીજા દિવસે કડી પાસે રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી નદીમનો મૃતદેહ તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી કેનાલમાંથી મળ્યો હતો. જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.

એસઓજીની ટીમને ચોક્કસ હકિકત મળતા મૃતકને છેલ્લે રસ્તામાં સરફરાજ નામના વ્યક્તિએ ઉભો રાખી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોવાની વિગતો મળી. જે આધારે SOG ક્રાઈમે આરોપી સરફરાજ મુલ્લાની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી.

આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યુ કે સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી મૃતકની મંગેતર સાથે પ્રેમ સંબંધમાં હતો અને છેલ્લા એકાદ વર્ષથી નદીમ કુરેશી સાથે બિલકીશ બાનુની સગાઈ થયાની જાણ થતાં પ્રેમ સંબંધમાં તકરાર ઉભી થઈ હતી.

જેને પગલે સરફરાજે નદીમનું કાસળ કાઢી નાખવાના ઈરાદે બિલકીશ બાનુની મદદ લઇ નદીમને કડી ખાતે મળવા બોલાવ્યો હતો. બાદમાં કાવતરુ રચી આરોપીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

હાલ તો સરફરાજ મુલ્લાની ધરપકડ કરતા હત્યાના ષડયંત્રમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વધુ તપાસ કરવા માટે એસઓજી ક્રાઈમે આરોપીને કડી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે કે આ કેસમાં આરોપી સરફરાજનો ભાઈ અને નદીમની મંગેતરની પણ સંડોવણી સામે આવી છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Numerology: ખુબીઓથી ભરપૂર હોય છે મૂલાંક 06 વાળા લોકો, માત્ર આ કમીને કારણે ખાય જાય છે થાપ

આ પણ વાંચો: ZOMATO IPO : શુક્રવારે શેરમાર્કેટમાં લિસ્ટ થઇ શકે છે ઝોમાટોના શેર , જાણો શું હશે કિંમત

Next Article