ZOMATO IPO : શુક્રવારે શેરમાર્કેટમાં લિસ્ટ થઇ શકે છે ઝોમાટોના શેર , જાણો શું હશે કિંમત

Zomatoની શરૂઆત 2008 માં થઈ હતી. આ કંપની ઓનલાઇન ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. એપ અને વેસાઈથી ઓપરેટ થતી આ કંપની સાથે લાખો food delivery boys પણ સંકળાયેલા છે.

ZOMATO IPO : શુક્રવારે શેરમાર્કેટમાં લિસ્ટ થઇ શકે છે ઝોમાટોના શેર , જાણો શું હશે કિંમત
Zomato IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:34 AM

ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો (Zomato)એ તેના શેર લિસ્ટ થવાની તારીખ આગળ વધારી છે. 23 જુલાઈના રોજ કંપનીના શેર લિસ્ટ થઇ શકે છે. આ મામલે જોડાયેલા બે સંબંધિત લોકોએ આ માહિતી આપી હતી. IPO દ્વારા કંપનીએ 9,375 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ZOMATO દેશનો બીજો સૌથી મોટો IPO છે.

કંપનીના શેર 76 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે. ઝોમાટોના આઈપીઓમાં સંસ્થાકીય અને છૂટક રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ હતો. આ ઈશ્યુ 14 જુલાઈના રોજ ખુલ્યો હતો અને 16 જુલાઈએ બંધ થયો હતો. કંપનીએ IPOમાં શેર માટે 72-76 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. માર્ચ 2020 માં SBI Cards and Payment Services ના 10,341 રૂપિયાના IPO પછીનો આ બીજો સૌથી મોટો ઈશ્યુ હતો.

કંપનીએ anchor investors પાસેથી રૂ 4,196 કરોડ એકત્ર કર્યા IPO પહેલા ઝોમાટોએ anchor investors પાસેથી રૂ 4,196 કરોડ એકત્ર કર્યા હતા. સ્ટોક એક્સચેંજના ડેટા મુજબ કંપનીએ 186 anchor investorsને 55 રૂપિયા પ્રતિ શેરના ભાવે 55,21,73,505 શેર ફાળવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્ષ 2008 માં શરૂ થઇ હતી કંપની ઝોમાટોની શરૂઆત 2008 માં થઈ હતી. આ કંપની ઓનલાઇન ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. એપ અને વેસાઈથી ઓપરેટ થતી આ કંપની સાથે લાખો food delivery boys પણ સંકળાયેલા છે. જે ગ્રાહકોને જરૂરી સામાન પહોંચાડે છે.

9,375 કરોડ રૂપિયાનો IPO ઝોમેટોનો આઈપીઓ 9,375 કરોડ રૂપિયાનો છે. આઈપીઓ હેઠળ કિંમતની શ્રેણી પ્રતિ શેર 72 થી 76 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઇપીઓથી કંપની રૂ 9,375 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ કંપનીને જેક માની એન્ટ ગ્રુપ કંપનીનો સપોર્ટ છે. આઇઆઈપીઓના આધારે ઝોમેટોનું વેલ્યુએશન 64,365 કરોડ રૂપિયા છે. માનવામાં આવે છે કે તે એસબીઆઈ કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસિસ (રૂ. 10,341 કરોડ) પછીનો બીજો સૌથી મોટો આઈપીઓ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">