Ahmedabad: શાહીબાગમાં આતંક મચાવનાર ગેંગની કરાઈ ધરપકડ, છરા અને લોખંડની પાઇપો લઈને નીકળી મચાવ્યો હતો આતંક

|

Jul 21, 2021 | 5:09 PM

19મી જૂને રાતના સમયે શાહીબાગના હોળી ચકલા પાસે આ યુવકોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને અનેક વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad: શાહીબાગમાં આતંક મચાવનાર ગેંગની કરાઈ ધરપકડ, છરા અને લોખંડની પાઇપો લઈને નીકળી મચાવ્યો હતો આતંક

Follow us on

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હોળી ચકલા પાસે 8 જેટલા વાહનોમાં તોડફોડ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરનારા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અંગત અદાવતમાં યુવકે પોતાના જ પિતરાઈ ભાઈને મારવા માટે 8 લોકોને મોકલ્યા હતા. જોકે યુવક ન મળતા તેના ઘરની આસપાસમાં ઉભા વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.

ફોટોમાં દેખાતા યુવકોના નામ છે પ્રદીપ ઉર્ફે પંકજ અને જીગ્નેશ ઉર્ફે જીગો આ બંને યુવકોની ઉંમર ભલે નાની દેખાતી હોય પણ તેઓની ગુનાહિત પ્રવૃત્તિ ઘણી મોટી છે. 19મી જૂને રાતના સમયે શાહીબાગના હોળી ચકલા પાસે આ યુવકોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને અનેક વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં શાહીબાગ પોલીસે 2 જ્યારે મેઘાણીનગર પોલીસે 3 મળી કુલ 5 અસામાજિક તત્વોની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે, પ્રદીપ નામના આરોપીને પોતાના પિતરાઈ ભાઈ ટાઇગર સાથે પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી પ્રદીપે પોતાના 8 મિત્રોને હથિયાર સાથે ટાઈગરના ઘરે જઈને માર મારવાનું કહ્યું હતું. જેથી તમામ આરોપીઓ હાથમાં દંડા, તલવાર અને લાકડીઓ લઈને હોળી ચકલા પાસે ટાઈગરના ઘરે ગયા હતા જોકે ટાઈગર ઘરે ન મળતા તેના ઘરે ભયનો માહોલ ઉભો કરવા માટે આસપાસ પાર્ક કરેલા 8 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ શખ્સો ચાઈના ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સ્થાનિકો માની રહ્યા હતા. જોકે પોલીસ તપાસમાં ચાઈના ગેંગ સાથે આ આરોપીઓનું કોઈ કનેક્શન ન હોવાનું ખુલ્યું છે. હાલ તો આ મામલે શાહીબાગ અને મેઘાણીનગર બે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે અન્ય ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વિસ્તારમાં ભય ફેલાવનાર ગેંગ પોલીસના હાથે લાગતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

 

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Next Article