Ahmedabad: ડ્રગ્સની સાથે કફ સીરપના નશાનો વેપાર કરતા 3 આરોપીની SOGએ કરી ધરપકડ, જાણો તમામ વિગતો

|

Dec 02, 2021 | 6:32 PM

Ahmedabad: ડ્રગ્સની સાથે કફ સીરપના નશાનો વેપાર કરતા 3 આરોપીની SOGએ ધરપકડ કરી છે. ઉત્તરાખંડની કંપનીમાંથી કફ સીરપનો જથ્થો લાવીને નશાનો વેપાર કરતા હતા.

Ahmedabad: ડ્રગ્સની સાથે કફ સીરપના નશાનો વેપાર કરતા 3 આરોપીની SOGએ કરી ધરપકડ, જાણો તમામ વિગતો
SOG arrests 3 accused for selling cough syrup

Follow us on

Ahmedabad: ડ્રગ્સની સાથે કફ સીરપના નશાનો વેપાર કરતા 3 આરોપીની SOGએ ધરપકડ કરી છે. ઉત્તરાખંડની કંપનીમાંથી કફ સીરપનો જથ્થો લાવીને નશાનો વેપાર કરતા હતા. ક્રાઇમ બ્રાંચ એસ.ઓ.જીની કસ્ટડીમા રહેલ આ ત્રણે આરોપીઓ ગેરકાયદેસર રીતે કફ સીરપનો નશો કરતા અને લોકોને વેચાણ કરતા હતા.

એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, નશીલી કફ સીરપ જથ્થો લઈ વિશાલા-નારોલ રોડ પર એક રીક્ષા પસાર થઈ રહી છે જેના આધારે એસ.ઓ.જી વોચ ગોઠવી રીક્ષા પકડી 298 જેટલી નશીલી કફ સીરપ જથ્થો જેની 40 હજાર કિંમત સાથે આરોપી ધરપકડ કરી હતી. કોડીન કફ સિરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા હતાં. નોંધનીય છે કે, આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડીકલ સ્ટોરના સંચાલક આપતા હોય છે. પરંતુ પકડાયેલા આરોપી આરીફ સૈયદ ,ઇરફાન મીર અને સલીમ ઉર્ફે સલ્લા મીર ભેગા મળી છેલ્લા ઘણા સમયથી નશીલી કફ સીરપ હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.

મેડિકલમાં મળતી આ કફ સીરપ બિમાર વ્યક્તિની ખાંસી અને શરદી તો મટાડે જ છે. પરંતુ જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નશો પણ થાય છે. બીજી તરફ અલગ અલગ કંપનીની કફ સીરપ સરળતાથી દરેક મેડિકલ સ્ટોર પર મળી રહે છે. અને એમાં પણ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચેમાં પકડાયેલા આ આરોપીઓ બમણા રૂપિયા કમાવવાની લાલચમાં નશો કરનાર લોકોને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરે છે. જેથી નશાના નેટવર્કને પકડવા પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પકડાયેલ ત્રણે આરોપીઓ બહેરામપુર વિસ્તારના રહેવાસી છે જ્યાં અગાઉ અનેક વખત નશીલી કફ સીરપ જથ્થો મળી આવ્યો છે. આરોપી કેટલા સમયથી કફ સીરપ વેંચતા હતા અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ યુવાવર્ગ દ્વારા નશો કરવા કફ સીરપ ઉપયોગ કરતા હોવાથી એક ચિંતા વિષય બન્યો છે.

 

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ભારતની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન રહાણે પેવેલિયન પરત ફર્યો

આ પણ વાંચો : Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

Published On - 6:31 pm, Thu, 2 December 21

Next Article