Ahmedabad : ટ્રેનમાં ચોરી કરતી સાંસી ગેંગનો પર્દાફાશ, એક આરોપીની હરિયાણાથી ધરપકડ

|

Sep 10, 2021 | 6:58 PM

ચાલુ ટ્રેનમા મદદના બહાને ચોરી કરતી સાંસી ગેંગના મુખ્ય સાગરીતની રેલ્વે પોલીસે ધરપકડ કરી છે. આરોપીની હરીયાણાથી ધરપકડ કરી પુછપરછ કરતા આંતરરાજ્ય ચોરીનો પર્દાફાશ થયો છે.

Ahmedabad : ટ્રેનમાં ચોરી કરતી સાંસી ગેંગનો પર્દાફાશ, એક આરોપીની હરિયાણાથી ધરપકડ
Ahmedabad: Sansi gang busted in train busted

Follow us on

ચાલુ ટ્રેનમા મદદના બહાને ચોરી કરતી સાંસી ગેંગના મુખ્ય સાગરીતની રેલ્વે પોલીસે ધરપકડ કરી છે. આરોપીની હરીયાણાથી ધરપકડ કરી પુછપરછ કરતા આંતરરાજ્ય ચોરીનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાત સહીત અન્ય રાજ્યના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે કૈથલ ગામમાં આવી 20થી વધુ ગેંગો કાર્યરત છે. ત્યારે આરોપીની પુછપરછમાં શું નવા ખુલાસા થાય છે.

રેલ્વે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજબીર સાંસી છે કે જે મૂળ હરિયાણાના કૈથલનો વતની છે. રાજબીર પોતાની ગેંગ સાથે રેલ્વેમાં ચોરીને અંજામ આપતો હતો. રાજબીર ટ્રેનમાં મુસાફરી શરૂ કર્યા બાદ રેકી કરી લેતો. અને જે મુસાફર પોતાનો સામાન વધુ સાચવતો હોય તેને મદદના બહાને ટાર્ગેટ કરતો.

રાજબીર અને તેની ગેંગના સાગરીતો 4-5 સભ્યોના ગેંગ બનાવી ચોરીને અંજામ આપતા. આરોપીની પુછપરછ કરતા અમદાવાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકના અલગ અલગ કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે ચોરીમાં મદદગારી કરનાર અન્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુસાફરો બેંગમાંથી ચોરી કરવાની ફરિયાદો વધતા જ આરોપી પકડવા ગુજરાત રેલ્વે પોલીસના એસ.પી પરિક્ષિતા રાઠોડ એક ટીમ બનાવી તપાસ કરતા આરોપી પોલીસના હાથે ઝડપાયો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજબીર અને તેની ગેગના સાગરીતો ચોરી કરવામાં એટલા માહિર હતા કે તેઓ બેગની ચેનને બ્લેડ વડે ખોલી ચોરી કરી તેને બંધ કરી દેતા. પરંતુ જ્યારે મુસાફર ઘરે જતો ત્યારે તેને ચોરી થયાની ખબર પડતી. સાંસી ગેંગ એક સાથે 3 જેટલી ચોરીના ટાર્ગેટ સાથે નિકળતી અને ચોરીને અંજામ આપી પોતાના ગામમા છુપાઈ જતા હતા. આ ગેંગને પકડવા જતા પોલીસ પર ફાયરીંગ કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. જોકે 2005 થઈ ચાલતી આ ગેગના સાગરીતો 2015 મા ઝડપાયા હતા.

રાજબીર અને તેની ગેંગ ચોરી કરવા નિકળે તે પહેલા પોતાના મોબાઈલ બંધ કરી દેતા અને અન્ય શહેરો મા ગરીબ અને રિક્ષા ડ્રાઇવર કે સામાન્ય માણસના નામે સિમકાર્ડ મેળવી ગુનામા તેનો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યુ છે. મહત્ત્વની વાત એ છે કે સાંસી લોકોનું આખુ ગામ ચોરી સાથે સંકળાયેલુ છે. અને મોટાભાગના આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે જોવું એ રહ્યુ કે આરોપીની પુછપરછ બાદ શું ખુલાસો થાય છે.

Next Article