અમેરિકન ડ્રગ્સના નાણાકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સી થયો હોવાનો ખુલાસો, કોલેજો સુધી નેટવર્ક હોવાની આશંકા

અમદાવાદના બોપલમાથી 16 નવેમ્બરે ઝડપાયેલા ડ્રગ્સ રેકેટમાં થયેલા પર્દાફાશ બાદ પોલીસ તપાસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થયા છે.

અમેરિકન ડ્રગ્સના નાણાકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સી થયો હોવાનો ખુલાસો, કોલેજો સુધી નેટવર્ક હોવાની આશંકા
Ahmedabad Drugs Case
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:13 PM

અમદાવાદથી ઝડપાયેલા અમેરિકન ડ્રગ્સ (Drugs) કેસ મામલે હવે તપાસનો રેલો શૈક્ષણિક સંસ્થાઓ(Education Institute)સુધી પહોચે તેવુ લાગી રહ્યુ છે. જેમાં 4 આરોપીની તપાસમાં 10 કરોડ થી વધુનુ આશરે 100 કિલો ડ્રગ્સ અમદાવાદમાં (Ahmedabad) વેચાયુ હોવાનો ઘટસ્ટોફ થયો છે. તેની સાથે જ 4 કરોડના વ્યવહારો ક્રિપ્ટોકરન્સી(cryptocurrency)થી ચુકવાયા હોવાના પુરાવા મળ્યા છે.

જેની સાથે જ 300 પાર્સલમાં આ ડ્રગ્સ અમદાવાદ સુધી આવ્યા હતા . જ્યારે અન્ય 24 પાર્સલ કે જે કસ્ટમ (Custom) વિભાગે કબ્જે કર્યા છે તે કબ્જે લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

16 નવેમ્બરે અમદાવાદના બોપલમાથી ડ્રગ્સ રેકેટના થયેલા પર્દાફાશ બાદ પોલીસ તપાસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થયા છે.છેલ્લા બે વર્ષમાં મુખ્ય આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300 થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલો થી વધુનુ ડ્રગ્સ વેચ્યુ છે.. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુર ના 50 થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિમંતના ડ્રગ્સની ડિલેવરી મેળવી હોવાની કબુલાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જેમાથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે..સાથે જ હાલમાં વંદિતે મંગાવેલા 27 પાર્સલ માથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે…જે પાર્સલ પણ પોલીસે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામ્ય પોલીસે વંદિત પટેલ. પાર્થ શર્મા, વિપલ ગૌસ્વામી અને જીલ પરાતેની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરતા સામે આવ્યુ કે , આરોપી અલગ અલગ વ્યક્તિ નામ અને સરનામે પાર્સલ મંગાવતા હતા.. ઈલેક્ટ્રોનિક વસ્તુ ની આડમા ડ્રગ્સ અમેરિકા થી અમદાવાદ આવતુ હતુ  સાથે જ આરોપીની પુછપરછ કરતા વિપુલ ગૌસ્વામી નામનો આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ ડિલર વિક્કી ગૌસ્વામીનો ભત્રીજો હોવાનુ સામે આવ્યુ છે.

જેથી વિક્કી ગૌસ્વામીની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. વંદિતે ઓનલાઈન ડ્રગ્સ સાઈટ જેવી કે ગ્લેન રીયેલ સ્ટુડીયોઝ, લાઈફ ચેન્જીસ હેલ્થ કેર નામની વેબસાઈટ પરથી ડ્રગ્સ મંગાવી વીકર મી, સ્નેપ ચેટ અને ટેલીગ્રામ જેવી એપ્લિકેશન ની મદદથી ડ્રગ્સ પેડલરો થકી ડ્રગ્સનુ વેચાણ કરતો હતો.

વંદિત પટેલની પુછપરછ કરતા ખુલાસો થયો કે તે પોતે વર્ષ 2012 થી ડ્રગ્સ નો નશો કરે છે, અને અલગ અલગ ડ્રગ્સ ની અશર થાય છે તેની પણ માહિતી ધરાવે છે.. સાથે જ વંદિતે ન માત્ર અમેરિકા પરંતુ મુંબઈ અને હિમાચલ માંથી પણ ડ્રગ્સ મંગાવ્યુ હતુ.. અને પોતાના મિત્રો કે જે ન્યુઝીલેન્ડ અને ચીનમાં રહે છે તેમને પણ ડ્રગ્સની ડિલેવરી અમેરિકા થી અપાવી હતી.

આની સાથે જ વંદિત દિલ્હી , મુંબઈ માં જઈ ડ્રગ્સ પાર્ટીનુ આયોજન કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે જેથી તે ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય રાજ્યોમાં પણ પોતાનો ડ્રગ્સનો વેપલો ચલાવી શકે.

અમેરિકન ડ્રગ્સનો ઉપયોગ કરનાર મોટા ભાગે વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવ્યુ છે..જેથી પોલીસે અલગ અલગ ઈન્સ્ટીટ્યુટ માં પણ તપાસનો દોર શરૂ કર્યો છે.નામચીન કોલેજોમાં ડ્રગ્સ વિદ્યાર્થીઓ લેતા હતા.જેથી પોલીસે તપાસ શરૂ કરી છે કે વિદ્યાર્થી સુધી ડ્રગ્સ કોણ પહોંચાડતુ હતુ.. ખાસ કરીને ક્રીપ્ટોકરન્સી થી પેમેન્ટ ચુકવાતુ હોવાથી પોલીસે ડ્રગ પેડલરોના ક્યુઆર કોડ પણ કબ્જે કર્યા છે.જેના આધારે ડીઝીટલ કરન્સી નો ઉપયોગ , કોણ, ક્યાઁથી અને કેવી રીતે કરે છે તેની તપાસ કરવામાં આવશે.

પોલીસ તપાસમાં 50 સરનામે 300 થી વધુ પાર્સલ ની ડિલેવરી કરવામાં આવી હતી અને તે અંગે તપાસ કરતા ઉદેપુરની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થી આકાશનુ નામ સામે આવે છે, કારણ કે તેના સરનામે પણ ડ્રગ્સ મોકલવામાં આવ્યુ હતુ.. સાથે જ સરનામુ અને પાર્સલ છોડાવી આપનાર ને આરોપી 7000 રૂપિયા ચુકવતો હોવાનો ખુલાસો થયો છે.

જે અંગે પોલીસે ઈ કાર્ગો દ્વારા પાર્સલ મોકલનાર કંપની પાસેથી પણ તમામ ડેટા માંગવામાં આવ્યા છે. જેથી તે અંગે પણ તપાસ થઈ શકે.. સાથે જ હવે પોલીસ શૈક્ષણીક સંસ્થાઓ પર પણ તપાસનો દોર શરૂ કરશે.

આ  પણ વાંચો : Surat : શહેરમાં વધતી પ્રદુષણની માત્રા અટકાવવા યુવાનોએ શરૂ કર્યું “આગ બુઝાઓ” અભિયાન

આ  પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન

g clip-path="url(#clip0_868_265)">