અમદાવાદમાં ઘાટલોડિયામાં વૃદ્ધ દંપત્તિની હત્યા બાદ જુહાપુરામાં પોલીસના બાતમીદાર યુવાનની હત્યા
શાહરૂખ પોલીસનો બાતમીદાર હોવાથી આરોપીની બાતમી પોલીસને આપતો હતો. જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

AHMEDABAD : અમદાવાદ શહેર પોલીસના સબ સલામત અને નાગરિકોની સુરક્ષા તેમના હાથમાં છે એવા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.ઘાટલોડિયામાં સિનિયર સીટીઝન દંપતીની હત્યા બાદ તે જ રાત્રે જુહાપુરામાં પોલીસના બાતમીદારની અંગત અદાવતમાં હત્યા કરાઈ.પોલીસે ત્રણ આરોપી પકડ્યા પણ ત્રણ હજુય ફરાર છે.
ફોટોમાં દેખાતો યુવાન શાહરુખ અમીરુદ્દીન શેખ છે. જે આમ તો પોલીસના બાતમીદાર તરીકે ઓળખાય છે પણ તેણે ભૂતકાળમાં અનેક ગુનાઓને પણ અંજામ આપ્યો છે.મંગળવારે રાત્રે તેના મિત્રો સાથે તે જુહાપુરા બરફ ફેકટરી પાસેથી પસાર થતો હતો ત્યારે કેટલાક શખ્સોએ અંગત અદાવતમાં બબાલ કરી હથિયારો સાથે તેના પર તૂટી પડ્યા.
હત્યાની આ ઘટનામાં આરોપીઓ માં કુલ છ લોકો હતા અને શાહરુખની સાથે તેના મિત્રો પણ હતાં, જેઓ આ ઘટના જોતા જ ગભરાઈને ભાગવા જતા હતા પણ આરોપીઓએ તેઓને પણ માર માર્યો.આરોપીઓ ફરાર થઈ જતા શાહરુખ અને તેના મિત્ર ને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં શાહરુખનું મોત નીપજ્યું. બીજીબાજુ વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીઓની તપાસ કરી ત્રણ લોકોની અટકાયત કરી છે.
પોલીસે ત્રણ આરોપીઓ જીશાન અંસારી, સલીમ ઉર્ફે ડાન્સર અંસારી અને ફરદીન ઉર્ફે ભુરીયાને ઝડપી પાડ્યા છે જેમણે શાહરૂખની હત્યા કરી હતી. શાહરૂખ પોલીસનો બાતમીદાર હોવાથી આરોપીની બાતમી પોલીસને આપતો હતો. જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મૃતક શાહરૂખ વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયા છે, જયારે તેની હત્યા કરનાર આરોપીઓનો પણ ગુનાહિત ઈતિહાસ છે.વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. આ કેસમાં હજી પણ ત્રણ આરોપીઓ ફરાર છે.જેની પોલીસે તપાસ શરૂ કરી ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.તો બીજી તરફ હવે દિવાળીમાં પોલીસના પેટ્રોલિંગ, સૌની સુરક્ષાની જેવી અનેક વાતો તમામ ઘટનાઓ પરથી પોકળ સાબિત થઈ રહી છે તે કહેવું ખોટું નથી.
આ પણ વાંચો : રાજ્યમાં અમદાવાદ અને સુરતથી 5 નવી હવાઈ સેવાઓ શરૂ કરાશે: નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી
આ પણ વાંચો : અમદાવાદમાં મોજશોખ માટે નકલી અધિકારી બની ખંડણી ઉઘરાવતા બે યુવાનો ઝડપાયા