AHMEDABAD : નારોલમાં વેપારી પર પાંચ લાખની ખંડણી ઉઘરાવવા કર્યું ફાયરિંગ, આરોપીઓ સીસીટીવીમાં કેદ

|

Jul 27, 2021 | 10:57 PM

ખંડણીખોરએ સલામત રહેવા માટે રૂ પાંચ લાખની ખંડણી માંગી. પરંતુ વેપારીએ ખંડણી નહિ આપતા ફાયરીંગ કર્યુ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

AHMEDABAD : નારોલમાં વેપારી પર પાંચ લાખની ખંડણી ઉઘરાવવા કર્યું ફાયરિંગ, આરોપીઓ સીસીટીવીમાં કેદ
file photo

Follow us on

AHMEDABAD : શહેરમાં નારોલ વિસ્તારમા ખંડણી ઉઘરાવવા મુર્તીના વેપારી પર ફાયરીંગની ઘટના સામે આવી. ખંડણીખોરએ સલામત રહેવા માટે રૂ પાંચ લાખની ખંડણી માંગી. પરંતુ વેપારીએ ખંડણી નહિ આપતા ફાયરીંગ કર્યુ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો રૂપિયા પાંચ લાખ તૈયાર રાખજે, ગબ્બર બોલું છું આ પ્રકારે ફોન પર મુર્તીનો વેપાર કરતા વેપારીને ફોન પર ધમકી આપી. વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ. સીસીટીવીના દ્રશ્યોમા દેખાય છે કે બાઈક પર ત્રણ શખ્સો આવે છે, જેમાંથી એક હથિયાર લઈને વેપારીના ગોડાઉનમાં પ્રવેશ કરીને ફાયરીંગ કરીને ફરાર થઈ જાય છે. કારણ કે વેપારીએ ખંડણીખોરને પાંચ લાખની ખંડણી આપવાનો ઈન્કાર કર્યો. આ ઘટનાથી મુર્તીના વેપારી અને તેનો પરિવાર દહેસતમા છે. અને ખડંણીખોર આરોપીથી રક્ષણની માંગ કરી રહયા છે.

વેપારી ગૌરવ પ્રજાપતી અને તેનો પરિવાર વર્ષોથી ભગવાનની મુર્તીઓ બનાવીને વેચાણ કરે છે. તેમનો ધંધો અમદાવાદ અને સુરત ચાલે છે. ખંડણી આપનાર શખ્સોએ વેપારીને ધમકી આપી હતી કે અમદાવાદ અને સુરતમાં પરિવારની સલામતી ઈચ્છતો હોય તો પાંચ લાખ ખંડણી આપ.. જેથી આરોપીઓ વેપારીથી પરિચીત હોવાનું પોલીસે શકયતા વ્યકત કરી છે. ખડંણીખોરએ આપેલી ધમકી બાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જાણ કરી હતી. પરંતુ ગુનેગારોને પોલીસનો ડર ના રહયો હોય તેમ ખુલ્લેઆમ ફાયરીંગ કરીને વેપારીને ડરાવીને ફરાર થઈ ગયા હતા.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

નારોલ પોલીસે ફાયરીંગની ઘટનામાં અજાણ્યા ત્રણ ખડંણીખોર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ અને કોલ લોકેશનના આધારે પોલીસે શંકાસ્પદ આરોપીની અટકાયત કરી વધું તપાસ શરૂ કરી છે.

Next Article