અમદાવાદ : સોશીયલ મીડીયાનાં માધ્યમથી પરિચય થયો, ખાસ મિત્ર બન્યો અને આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

|

May 07, 2022 | 6:48 PM

છેલ્લા ઘણા સમયથી કિશોર સ્ટ્રેસમાં રહેતો હોવાથી માતાએ તેને ફોસલાવીને પૂછતા તેણે આ સમગ્ર મામલે માતાને જાણ કરી હતી.

અમદાવાદ : સોશીયલ મીડીયાનાં માધ્યમથી પરિચય થયો, ખાસ મિત્ર બન્યો અને આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
દાણીલીમડામાં કિશોર સાથે બદકામ કરનાર ઝડપાયો

Follow us on

અમદાવાદના (Ahmedabad)દાણીલીમડા વિસ્તારમાં 13 વર્ષના કિશોર સાથે એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે (Police) આરોપી યુવકની ધરપકડ કરી છે.

દાણીલીમડા (Dani limda) પોલીસની ગિરફતમાં આવેલા આ યુવકે નાની ઉંમરમાં સંબંધોમાં લાંછન લગાડી એવું કૃત્ય આચર્યું છે કે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાણીલીમડા વિસ્તારમાં રહેતા 13 વર્ષના કિશોરને સોશિયલ મીડિયાના માધ્યમથી 22 વર્ષીય યુવકનો પરિચય થયો હતો અને બંને સારા મિત્રો થતા ભેગા થયા હતા. આરોપી યુવક કિશોર સાથે અનેક વખત બોમ્બે સહિતના શહેરોમાં ડાન્સ અને ટીવી સિરિયલમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓડિશન આપવા માટે જતા હતા. તેવામાં આરોપી અમદાવાદમાં કિશોરના ઘરે રોકાયો ત્યારે તેણે કિશોર સાથે ત્રણથી ચાર વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

છેલ્લા ઘણા સમયથી કિશોર સ્ટ્રેસમાં રહેતો હોવાથી માતાએ તેને ફોસલાવીને પૂછતા તેણે આ સમગ્ર મામલે માતાને જાણ કરી હતી. મહત્વનું છે કે આરોપી અને કિશોર નાના મોટા ભાઈઓની જેમ રહેતા અને યુવકે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને આ વાતની જાણ કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કિશોર ડરી જતાં તેણે આ બાબતે કોઈને જાણ કરી ન હતી. જોકે અંતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હાલ તો આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર યુવક રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને અલગ-અલગ શહેરોમાં કિશોર સાથે ઓડિશન આપવા માટે જતો હતો. જેના કારણે પરિવારને પણ તેના ઉપર સંપૂર્ણ ભરોસો હતો. તેવામાં યુવકે કરેલા દુષ્કૃત્યની જાણ પરિવારજનોને થતાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની આકરી પૂછપરછ શરૂ કરી છે.

Published On - 6:47 pm, Sat, 7 May 22

Next Article