Ahmedabad: ફેક્ચર ગેંગના સાગરીતે ફરી નવી ગેંગ બનાવવાનું રચ્યું ષડયંત્ર, એક માતાની સતર્કતા કારણે આવી ગયા પોલીસના સકંજામાં

|

Oct 19, 2021 | 4:52 PM

શહેરના પુર્વ વિસ્તારની ફેક્ચર ગેંગના સાગરીતે ફરી એક વખત નવી ગેંગ બનાવવાનું ષડયંત્ર રચ્યું. પરતું ગેંગ બનાવી ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા.

Ahmedabad: ફેક્ચર ગેંગના સાગરીતે ફરી નવી ગેંગ બનાવવાનું રચ્યું ષડયંત્ર, એક માતાની સતર્કતા કારણે આવી ગયા પોલીસના સકંજામાં
આરોપી હરેન્દ્ર પટેલ અને અલ્પેશ પટેલ

Follow us on

Ahmedabad: શહેરના પુર્વ વિસ્તારની ફેક્ચર ગેંગના સાગરીતે ફરી એક વખત નવી ગેંગ બનાવવાનું ષડયંત્ર રચ્યું. પરતું ગેંગ બનાવી ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા. કારણ કે, દીકરાને ગુનેનાર બનતા બચાવવા એક માતાએ ફરિયાદ નોંધાવી હતી. કોણ છે આ ગેંગનો માસ્ટર માઈન્ડ આરોપી જાણો આ અહેવાલમાં.

પોલીસ ગિરફતમાં રહેલ આરોપી હરેન્દ્ર પટેલ અને અલ્પેશ પટેલ છે. જે કુખ્યાત ફેક્ચર ગેંગનો સાગરીત હરેન્દ્ર ઉર્ફે બાદશાહ પટેલ ફરી એક વખત નવી ગેંગ શરૂ કરી રહ્યો હતો. જો કે, એક માતાની સતર્કતા કારણે ચોંકાવનારી હકકિત સામે આવી. જેમાં ધટનાની વિગતવાર વાત કરીએ તો નિકોલમાં રહેતા ધ્વનિબેન પરમારના મોટા દીકરા વિપુલ ઉર્ફે ગોબરને ગુનાહિત પ્રવુતિમાં ધકેલવા આરોપી હરેન્દ્ર પોતાની ગેંગ સામેલ કર્યો હતો અને તેની સાથે સગીર અને અન્ય યુવાનોને ગેંગ માટે તૈયાર કરી રહ્યો હતો. એક માતાએ દીકરાને ગુનાખોરીના રસ્તે જતો બચાવવા માટે પોલીસ સમક્ષ આ ગેંગનો ભાંડો ફોડ્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હરેન્દ્ર પટેલ ફાઇનાન્સની ઓફીસ ચલાવે છે. જેમાં ફરિયાદી ધ્વનિબેન દીકરો વિપુપ ત્યાં કામ કરે છે. જો કે, ચાર મહિના પહેલા આરોપી હરેન્દ્ર પટેલે મારામારી કરતા નિકોલ પોલીસ મથકમાં હરેન્દ્ર પટેલ તેના સાથીદારો અને વિપુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે આરોપી હરેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી પરંતુ વિપુલની ધરપકડ ન કરતા પોલીસ પર આરોપ લગાવવા અને બદનામ કરવા માટે આરોપી હરેન્દ્ર પટેલએ પ્લાન બનાવ્યો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં આરોપી હરેન્દ્ર પટેલએ વિપુલને છાતીના ભાગે તથા હાથના ભાગે છરીના ધા ઝીકી અને લાકડી ડંડા પીઠ પર મારી હુમલો કરી. બાદમાં વિપુલ જોડે વિડ્યો બનાવ્યો કે પોલીસે માર માર્યો છે.

જે બાદમાં વિપુલના પરિવાર જાણ કરી બોલાવ્યા ત્યારે વિપુલ લોહીલુહાણ હાલતમાં બેભાન પડ્યો હતો. જેથી વિપુલના પરિવાજનો કહ્યું કે, પોલીસ પકડવા આવી હતી અને પોલીસે હુમલો કરી ભાગી ગઈ. જો કે, વિપુલ ભાન આવ્યા બાદ આરોપી હરેન્દ્ર અને તેના ભાણીયા અજય માર માર્યો હોવાનું સામે આવતા ગુનો દાખલ કરી બે લોકો ધરપકડ કરવામાં આવી છે.

આરોપી હરેન્દ્ર પટેલ વિરુદ્ધ 10થી 12 ગુનાઓ નોંધાઇ ચુક્યાં છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ફેકચર ગેંગ સાગરીત આપેલ વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા ઓઢવમાં એક યુવકે આપઘાત કરી દીધો હતો. જો કે, ફેકચર ગેંગના સાગરીતો હવે વ્યાજખોરો બની ગયા છે. ત્યારે પોલીસ દ્વારા ફરી એક વખત આવી ગેંગ અટકાવવા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Next Article