AHMEDABAD : એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ ભેદી સંજોગોમાં ગુમ, કરોડોનું ફુલેકું ફેરવી ગુમ થયાની બિલ્ડર લોબીમાં ચર્ચા

|

May 22, 2021 | 7:33 PM

AHMEDABAD : શહેરના ટોપ 10 બ્રોકરની યાદીમાં આવતા બ્રોકર અશેષ અગ્રવાલ છેલ્લા 4 દિવસથી ભેદી રીતે ગુમ છે. બિલ્ડર લોબીમાં એવી ચર્ચા છેકે અનેક રોકાણકારો અને બિલ્ડર્સના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હોવાથી અશેષ અગ્રવાલ ગુમ થઈ ગયા છે.

AHMEDABAD : એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ ભેદી સંજોગોમાં ગુમ, કરોડોનું ફુલેકું ફેરવી ગુમ થયાની બિલ્ડર લોબીમાં ચર્ચા
એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ અચાનક ગુમ

Follow us on

AHMEDABAD : શહેરના ટોપ 10 બ્રોકરની યાદીમાં આવતા બ્રોકર અશેષ અગ્રવાલ છેલ્લા 4 દિવસથી ભેદી રીતે ગુમ છે. બિલ્ડર લોબીમાં એવી ચર્ચા છેકે અનેક રોકાણકારો અને બિલ્ડર્સના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હોવાથી અશેષ અગ્રવાલ ગુમ થઈ ગયા છે. જોકે સેટેલાઇટ પોલીસને અશેષ ગુમ થવાને લઈને મળેલી જાણવાજોગ ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટના પોશ વિસ્તારમાં આશાવરી ટાવરમાં રહેતા અને બોપલ વિસ્તારમાં એસ્ટેટ બ્રોકર તરીકે જાણીતા અશેષ અગ્રવાલ ભેદી સંજોગોમાં લાપતા થયા છે. 18 મેનાં અશેષ અગ્રવાલ તેમના ઘરેથી ઓફિસ જવા નીકળ્યા હતા. જોકે બપોર સુધી અશેષ તેમની ઓફિસે ન પહોંચતા તેમની ઓફિસમાંથી તેમના પત્ની દીપિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પરિવારજનો દ્વારા અશેષનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ અશેષનો કોઈ સંપર્ક થયો નહોતો. પરિણામે અશેષની પત્ની દીપિકા દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને આધારે સેટેલાઇટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં પોલીસને વસ્ત્રાપુર વિસ્તારમાંથી અશેષની બિનવારસી હાલતમાં પડેલી કાર મળી આવી. જેમાં તપાસ કરતા બે મોબાઈલ ફોન અને અંગ્રેજી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

ચિઠ્ઠીમાં અશેષ દ્વારા તેના પાર્ટનર રિપલ્લ પટેલ અને રોવીન દેસાઈ પર છેતરપીંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે તેના પાર્ટનરો માની રહ્યા છે કે બિલ્ડર્સ અને રોકાણકારોના કરોડો રૂપિયા અશેષ દ્વારા શેરબજારમાં ગુમાવી દીધા છે. જેને કારણે અશેષ દ્વારા પોતે જ ગુમ થયો હોવાનો કારસો રચવામાં આવ્યો છે.જોકે તેના પરિવારજનો આ તમામ આક્ષેપોને નકારીને અશેષ સલામત ઘરે આવે તેવી વિનંતી કરી રહ્યા છે.

અશેષ અગ્રવાલ સેટેલાઇટમાં આશાવરી ટાવરમાં રહે છે. અને બોપલ વિસ્તારમાં એસ્ટેટ બ્રોકર તરીકે છેલ્લા દસ વર્ષથી વ્યવસાય કરે છે. રિઅલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડાયરી સિસ્ટમ વ્યાપક બની છે. કોઈ પણ નવી સ્કીમ બનતી હોય ત્યારે બિલ્ડર તેમના ઓળખિતા લોકો પાસેથી રોકાણપેટે નાણાં મેળવતાં હોય છે.પૈસાની આ લેવડદેવડનો હિસાબ એક ડાયરીમાં રાખવામાં આવતો હોય છે.

અશેષ અગ્રવાલે બોપલ વિસ્તારની અનેક સ્કીમોમાં રોકાણ માટે નાણાં રોકાણકારો પાસેથી મેળવ્યાં હતાં. સાથે જ બિલ્ડરો પાસેથી પણ કરોડો રૂપિયા મેળવ્યા હતા. જે નાણાં અને જે ડાયરીમાં નોંધ હતી તે લઈને અશેષ ગુમ થઇ જતા અનેક બિલ્ડરોના કરોડો રૂપિયાનું ફેલકું ફેરવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અશેષ તેના બંને મોબાઈલ કારમાં મૂકી ગુમ થયો છે. જેને લઈને ટેક્નિકલ સર્વેલન્સથી અશેષને શોધવામાં મુશ્કેલી નડી રહી છે. જેને લઈને સેટેલાઇટ પોલીસે જુદી જુદી ટિમો બનાવીને અશેષને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે.

સેટેલાઇટ પોલીસને મળેલી ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે”હું માનસિક દબાણમાં છું કારણ કે અમુક લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે. મારા પાર્ટનર રિપલ પટેલ અને રોવિન દેસાઈ સાત વર્ષથી મારી સાથે કામ કરે છે પણ હવે તે મદદ કરતાં નથી. તેમણે હવે સહકાર આપવાનું બંધ કર્યું છે.

આ તમામ વાતોને ધ્યાનમાં લઈને સેટેલાઇટ પોલીસે અશેષના પાર્ટનરોની પણ પૂછપરછ કરી છે. જોકે અશેષના ગુમ થવાને લઈને કોઈ લિંક મળી નથી. જેને લઈને સેટેલાઇટ પોલીસે હવે જે ચિઠ્ઠી અશેષની કારમાંથી મળી છે તે અશેષ દ્વારા જ લખવામાં આવી છે કે કેમ તે અને તેમણે કરેલા આક્ષેપોના તથ્યો શું છે તે અંગે તપાસ હાથ ધરી છે.

Published On - 7:26 pm, Sat, 22 May 21

Next Article