Ahmedabad: માથાભારે આરોપી કાલુ ગરદન પર કાયદાની કમાન, લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કરાઈ ધરપકડ

|

Aug 10, 2021 | 7:31 PM

અમદાવાદના જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતો ટપોરી કાલુગર્દનની ધરપકડ કરવામા આવી છે. કાલુ ગર્દન એ જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું.

Ahmedabad: માથાભારે આરોપી કાલુ ગરદન પર કાયદાની કમાન, લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કરાઈ ધરપકડ

Follow us on

Ahmedabad: જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતો ટપોરી કાલુગર્દનની ધરપકડ કરવામા આવી છે. કાલુ ગર્દન એ જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં કલેકટરે માથાભારે કાલુગર્દનના વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી.

જેના આધારે તપાસ બાદ કાલુ ગર્દન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામા આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ફરાર હતો. પરંતુ ગત મોડી રાત્રે અમદાવાદ આવતા જ સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી હતી. કાલુ ગરદનના ભયથી જનતાને મુક્ત કરવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.

માથાભારે કહેવાતા લોકલ ટપોરી કાલુ ગરદન સામે આ કોઈ પહેલો કેસ નથી. અગાઉ પણ કાલુ ગરદન સામે 29 ગુના નોંધાયા છે. વર્ષ 2011માં કાલુ ગરદને જાહેરમાં નદીમ સૈયદ નામના એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેનું નામ કાલુ ગરદન પડ્યું હતું. બાદમાં કાલુ ગરદનના ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો ગયો. જેમાં ધાક-ધમકી, ખંડણી ઉઘરાવવી, મારામારી, હત્યાની કોશિશ અને વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં કાલુ ગરદન વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ત્યાર બાદ 4 વખત પાસા અને 1 વખત તડીપાર પણ કરવામા આવ્યો. પણ આ વખતે પોલીસે કાલુ ગરદન પર કાયદાનો ગાળિયો બરાબર કસ્યો છે. હાલ કાલુ ગરદન સામે દાખલ થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસમાં એસીપી એમ ડીવીઝન દ્વારા આરોપી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલો કાલુ ગરદન પોલીસની પકડથી બચવા છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનમાં છુપાયો હતો. પરંતુ ગત મોડી રાતે તે એસજી હાઈવે પરથી પસાર થવાનો છે. તેની બાતમી મળતા સેટેલાઈટ પોલીસે તેને ઝડપી લીધો છે. જોકે હવે કાલુ પોતાની પુછપરછ મા શું નવા ખુલાસા કરે છે તે જેવુ મહત્ત્વનુ છે.

 

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

આ પણ વાંચો: GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

Published On - 7:30 pm, Tue, 10 August 21

Next Article