Ahmedabad : SIM card hackingનો મોટો કિસ્સો , ઠગબાજોએ એક દુકાનની ફ્રેન્ચાઇઝી શ્રેણીને લાખોનો ચૂનો લગાડયો

|

Dec 23, 2021 | 1:49 PM

સાયબર ક્રાઈમના (Cyber Crime ) નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા કિસ્સાઓમાં, સાયબર ક્રૂક પીડિતાનો ડેટા મેળવે છે અને બનાવટી પાન કાર્ડ બનાવે છે અને પછી પીડિતાના નામે નવું સિમ કાર્ડ મેળવે છે. પીડિતાનો સંપર્ક નંબર હેક કરવામાં આવે છે કારણ કે સ્કેમર્સ નવા સિમ કાર્ડ માટે અરજી કરે છે.

Ahmedabad : SIM card hackingનો મોટો કિસ્સો , ઠગબાજોએ એક દુકાનની ફ્રેન્ચાઇઝી શ્રેણીને લાખોનો ચૂનો લગાડયો
Cyber Fraud (ફાઇલ)

Follow us on

અમદાવાદ (Ahmedabad )શહેરમાં વધુ એક સાઇબર ક્રાઇમ (Cyber Crime )છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક અગ્રણી મીઠાઈની દુકાનની ફ્રેન્ચાઇઝી ચેઈનને ઓનલાઈન છેતરપિંડી (Online fraud )કરનારાઓ દ્વારા રૂ. 75 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. અહેવાલ મુજબો, દુકાનો સાથે જોડાયેલા એક કર્મચારીનો મોબાઈલ ફોન 27 નવેમ્બરે અચાનક બંધ થઇ ગયો હતો. જ્યારે ફરિયાદીએ મોબાઇલ ફોનને ફરીથી ચાલું કર્યો, ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે, તેના બેંક ખાતાના (Bank account)પૈસા પાંચ ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

કેવી રીતે ખેલાયો છેતરપિંડીનો ખેલ ?

ફરિયાદીની ઓળખ અનીશ ત્રિવેદી તરીકે થઈ છે. જે છેલ્લા 20 વર્ષથી કંદોઈ ભોગીલાલ મૂળચંદ સ્વીટ્સ ફ્રેન્ચાઇઝી ચેઈનમાં કામ કરે છે. પોલીસને કરેલી ફરિયાદમાં અનીશે જણાવ્યું હતું કે દુકાનમાં છ અલગ-અલગ બેંક ખાતા હતા. તમામ ખાતાઓમાં તેનો નંબર અને દુકાન માલિકનો નંબર બેંક છે, જ્યારે તેના મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ (OTP) આવે છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

દરમિયાન, 27 નવેમ્બરની રાત્રે, લગભગ 08:15 વાગ્યે, તેનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, ત્યારબાદ તેણે ટેલિકોમ કંપનીમાં કામ કરતા મિત્રને પૂછપરછ કરી. અનીશના મિત્રએ તેને 2જી ફોનમાં સિમ કાર્ડ નાખવાની સલાહ આપી હતી, પરંતુ તે પછી પણ વાત ચાલી નહીં.

ત્યારપછી, અનીશે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની ઓફિસની મુલાકાત લીધી જ્યાં તેને તેના કેવાયસી (નો યોર કસ્ટમર) દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ તેનું સિમ કાર્ડ કામ કરતું ન હતું.

તેનો નંબર નવેમ્બરમાં કામ કરવા લાગ્યો હતો જેના પગલે ફરિયાદીને બેંકિંગ વ્યવહારોના ટેક્સ્ટ મેસેજ મળ્યા હતા. તેમને જાણવા મળ્યું કે 27 નવેમ્બરથી 29 નવેમ્બરની વચ્ચે એક ખાતામાંથી 50 લાખ રૂપિયા અને (Bank account) અન્ય ખાતામાંથી 25 લાખ રૂપિયા ડેબિટ થયા હતા.

સાયબર ક્રાઈમના (Cyber Crime ) નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા કિસ્સાઓમાં, સાયબર ક્રૂક પીડિતાનો ડેટા મેળવે છે અને બનાવટી પાન કાર્ડ બનાવે છે અને પછી પીડિતાના નામે નવું સિમ કાર્ડ મેળવે છે. પીડિતાનો સંપર્ક નંબર હેક કરવામાં આવે છે કારણ કે સ્કેમર્સ નવા સિમ કાર્ડ માટે અરજી કરે છે.

આ પણ વાંચો : મોબાઈલનો વરઘોડો : ચાવાળાએ પોતાની દિકરી માટે ખરીદ્યો મોબાઈલ, બેન્ડવાજા અને બગી દ્વારા કર્યુ ભવ્ય સ્વાગત !

Published On - 1:48 pm, Thu, 23 December 21

Next Article