Ahmedabad: જાહેરમાં યુવકની હત્યા કરનાર બુટલેગરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, છરીના ઘા ઝીકી યુવકની કરી હતી હત્યા

|

Oct 20, 2021 | 5:18 PM

Ahmedabad: અમરાઈવાડી વિસ્તારમાં યુવકની હત્યા કરનાર બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પાડોશીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: જાહેરમાં યુવકની હત્યા કરનાર બુટલેગરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, છરીના ઘા ઝીકી યુવકની કરી હતી હત્યા
Crime Branch nabs bootlegger who killed a youth

Follow us on

Ahmedabad: અમરાઈવાડી વિસ્તારમાં યુવકની હત્યા કરનાર બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પાડોશીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મૃતક સાથે અગાઉ પણ બુટલેગરનો ઝઘડો થયો હતો. કોણ છે હત્યારો જાણો આ અહેવાલમાં.

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આ આરોપી સંજય ઉર્ફે ઠૂંથિયો ચાવડા છે. જેને ઝઘડાની અદાવતમાં એક નિર્દોષ યુવકની હત્યા કરી દીધી છે. ઘટનાની વાત કઈક એવી છે કે, અમરાઈવાડીમાં ન્યુ જ્ય ભવાની નગરમાં રહેતો યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઉભા હતા ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડા અને એક મહિલા સાથે ઝઘડો થતો હતો. યોગેન્દ્ર ઝઘડો છોડાવવા વચ્ચે પડ્યો હતો. જેની અદાવત રાખીને સંજય ચાવડાએ યોગેન્દ્રને છરીથી હુમલો કરીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ઓઢવ રિંગ રોડથી આરોપીની ધરપકડ કરી.

આરોપી સંજય ચાવડા બુટલેગર છે. દારૂનો ધધો કરીને આતંક મચાવે છે. આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. મૃતક યોગેન્દ્ર સાથે બુટલેગર સંજયને અગાઉ પણ ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે અદાવત ચાલતી હતી. જેથી મહિલા અને બુટલેગર સંજય વચ્ચે ઝઘડામાં મૃતક યોગેન્દ્ર વચ્ચે પડીને બન્ને પક્ષને છોડાવીને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ જઈને આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને અમરાઇવાડી પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે. મહત્વનું છે કે, આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી કે અન્ય કોઈ અદાવત છે કે નહીં તે મુદ્દે પણ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Ahmedabad: દેશભરમાં ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

ગણતરીની સેંકડોમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી ન માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય તમામ રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપતા હતા. આરોપીની પુછપરછમા સામે આવ્યુ કે, આ ગેંગ માત્ર 2 મીનીટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતા હતા. જે માટે વપરાતી 41 જેટલી પ્લેન ચાવી પણ કબ્જે કરવામાં આવી છે. આરોપીએ ગુજરાતમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ લઈને આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો: T20 World Cup, Ind vs Aus Warm-up, Live Streaming: ક્યારે ,ક્યાં અને કેવી રીતે લાઈવ મેચ જોઈ શકશો

આ પણ વાંચો: Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા

Next Article