અમદાવાદ : હથિયારો છુપાવવાના કેસમાં એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપીઓ ફરાર

|

Apr 17, 2022 | 10:14 PM

કાદર કાલીયાની ધરપકડ તેના ઘરમાથી 2 પિસ્ટલ , એક બાર બોરની રાઈફલ અને 19 જીવતા કારતુસ (Weapon) મળી આવતા કરવામાં આવી હતી. જે મુળ કાયલા ગામનો વતની છે.

અમદાવાદ : હથિયારો છુપાવવાના કેસમાં એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપીઓ ફરાર

Follow us on

અમદાવાદ : કહેવત છે કે, પહેલો સગો તે પાડોશી. પરંતુ આવો સગો ક્યારેક મુસિબત પણ ઉભી કરી શકે છે. અને તેવુ જ કઈંક થયુ એક યુવક સાથે જેણે પોતાના ઘરમાં પાડોશીએ આપેલા હથિયાર (Weapon)છુપાવ્યા, અને ગ્રામ્ય એલસીબીએ (LCB) તેની ધરપકડ કરી. ધરપકડ બાદ હકિકત સામે આવી કે, આ હથિયાર ઝડપાયેલ આરોપીના નહિ પરંતુ તેની પાડોશમાં રહેતા બે ભાઈઓના છે. જેમની પોલીસે શોધખોળ હાથ ધરી.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ કાદરભાઈ અબ્દુલભાઈ કાલીયા છે. જે મુળ કાયલા ગામનો વતની છે. કાદર કાલીયાની ધરપકડ તેના ઘરમાથી 2 પિસ્ટલ , એક બાર બોરની રાઈફલ અને 19 જીવતા કારતુસ મળી આવતા કરવામાં આવી હતી. કાદર કાલીયાના ઘરમાંથી હથિયાર મળતા પોલીસે તેને ઝડપી હથિયાર અંગે તપાસ હાથ ધરતા અન્ય બે આરોપીના નામ સામે આવ્યા જેમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ગ્રામ્ય એલસીબીએ આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા બાદ હથિયાર અંગે તપાસ કરતા હકિકત સામે આવી કે, ઝડપાયેલા આરોપીની પાડોશમાં રહેતા બે ભાઈ ઈકબાલ બબાણી અને યાશીન બબાણીએ આ હથિયાર છુપાવવા માટે આપ્યા હતા. થોડા સમય પહેલા કાયલા ગામમા થયેલી અથડામણમાં આ બે ભાઈ આરોપી હતા. અને હથિયાર તેમના ઘરે થી ન ઝડપાય તે માટે તેમણે આ હથિયાર કાદરભાઈના ઘરે છુપાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મહત્વનુ છે કે હથિયાર રાખનાર આરોપી તો ઝડપાઈ ગયા. પરંતુ હથિયાર લાવનાર અને તેનો ઉપયોગ કરનાર આરોપી ફરાર છે. જેથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપી અને હથિયાર અંગે કોઈ નવો ખુલાસો થાય છે કે કેમ તે જોવુ મહત્વનુ છે.

આ પણ વાંચો :Maharashtra Politics: રાજ ઠાકરેનું અલ્ટીમેટમ, 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો હિન્દુ જવાબ આપવા તૈયાર રહે

આ પણ વાંચો :મહેસાણા ખાતે ‘અસંગઠિત શ્રમિક સંમેલન’ યોજાયું, સરકાર છેવાડાના માનવી સુધી સેવાઓ પુરી પાડવા કટિબદ્ધ : જિ.પં. પ્રમુખ

Next Article