Ahmedabad: શહેરકોટડા વિસ્તારમાં યુવકની હત્યા, અંગત અદાવતમાં હત્યા કરાયાનો થયો ખુલાસો

|

Jul 22, 2021 | 8:00 PM

શહેર કોટડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો. જેમા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. જોકે મૃતક યુવકે આરોપીની ધમકીના કારણે ખોટા આરોપીના નામ પોલીસ ચોપડે લખાવ્યા હતા.

Ahmedabad: શહેરકોટડા વિસ્તારમાં યુવકની હત્યા, અંગત અદાવતમાં હત્યા કરાયાનો થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Ahmedabad: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેર કોટડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો. જેમા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. જોકે મૃતક યુવકે આરોપીની ધમકીના કારણે ખોટા આરોપીના નામ પોલીસ ચોપડે લખાવ્યા હતા. જેથી પોલીસે વધુ કલમોનો ઉમેરો કરી હત્યાના ગુનામા સંડોવાયેલા આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના શહેરકોટડા વિસ્તારમાં આવેલા ફૈજાન સ્કુલ પાસે 14 જુલાઈએ જાવેદ લતીફ મન્સૂરી નામના યુવક પર 6 આરોપીએ હુમલો કર્યો હતો. અગાઉની અદાવતમાં સમધાન માટે બોલાવી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલા બાદ આરોપીએ ધમકી આપતા શહેરકોટડા પોલીસ મથકે 4 આરોપી વિરુધ્ધ હુમલાની ફરિયાદ નોંધાઈ હતી. જેમા ફિરોઝ મુસ્તફા ખાન પઠાણ, સંજય મુસ્તફા ખાન પઠાણ, ઈમરાન ઉર્ફે એમ.જે અને સરફરાજ ઉર્ફે જાડીયો. નામના આરોપી વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

14 તારીખે થયેલા હુમલા બાદ અચાનક સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવક જાવેદ મન્સૂરીની કિડનીને નુકશાન પહોંચતા પોલીસે તેનુ ડાઈંગ ડિક્લેરેશન લીધુ હતુ. જેમાં આરોપીએ કબુલાત કરી કે, ફરિયાદમાં લખેલા નામ ખોટા છે. કારણ કે આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી.. જોકે પુછપરછ દરમિયાન આસિફ ગાંડી ઉર્ફે ભાંજા, વસિમ ખાન ગાંડી, સિરીઝ અહેમદ અંસારી ઉર્ફે રાવણ, આમિરખાન પઠાણ ઉર્ફે બાબા, મોહમદ આરિફ અન્સારી ઉર્ફે ભાંજા અને ઐયુબ હુસેન કુરેશી. જે તમામ શાહઆલમના રહેવાસી છે. જેમણે માર માર્યો હતો. જોકે ફરિયાદી પર હુમલો કરનારના ખોટા નામ લખાવી અન્ય આરોપીને ફસાવી દેવાનુ પણ આરોપીએ જ જણાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શહેર કોટડા પોલીસે 14 તારીખે જે હુમલાની ફરિયાદ નોંધી હતી. જે ગુનામાં ઈજાગ્રસ્ત યુવકનુ મોત નિપજતા તથા મૃતકને ધમકી આપી ખોટા આરોપીને ફસાવી દેવાનુ કાવતરૂ રચવા બદલ અન્ય કલમોનો ઉમેરો કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, હત્યાના ગુનાના તમામ આરોપીની ધરપકડ બાદ શું નવા ખુલાસા થાય છે.

 

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીના ભાષણના ચાહક દરેક હતા, પરંતુ જો તમે તેમનું શિક્ષણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

આ પણ વાંચો: Banaskantha : પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ, બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓમાં આક્રોશ

Published On - 7:59 pm, Thu, 22 July 21

Next Article